પૃષ્ઠ:Sorathi Santo.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સોરઠી સંતો
 


ઉકો બેાલ્યો :

ગંગા જમના ગોમતી, કાશી પંથ કેદાર;
અડસઠ તીરથ એકઠાં, દાન તણે દેદાર.

સાંભળીને આપાએ તુળસીનું પાંદડું લીધું. તોડીને એના રેસા તપાસ્યા. પછી બોલ્યા “ ભણેં ઉકા ! તાળા નસીબમાં ચાર દીકરા. માળી આશિષ છે.”

“પણ આપા ! એને ભોજનનું શું !”

“ચાર માંથી બે સારા, ને બે ગડગડઘાટ !”

*[૧] ઉકાને ચાર દીકરા થયા. તેમાંના બે, જેનો કુંડલે ને બગસરે પ્રવાહ ચાલ્યો, તે સુખી થયા. ને ચલાળે રહેનારા બેનો વંશ ગરીબ રહ્યો.


૧૬

બાપ વીસામણ ! હમણે હમણે તું આણોસરો કાણા સારૂ દેખાછ ? દિલમાં કાંઈ દુ:ખાવો છે ?”

“આપા ! દુ:ખાવો તો બીજો શો હોય ? બહુ પાપ કર્યાં છે, રૂંવાડે રૂંવાડે પાતક ભર્યા છે, મનમાં ઝંપ નથી વળતો. જાણે એક વાર ગંગાજી જઇને નહાઇ આવું એવું થયા કરે છે.”

“સાચું ભાઇ ! ગંગાજી તો તરણાતારણી ભણાય, સાચું.”

તરણેતરને મેળે જાતાં જાતાં આપા દાના અને વીસામણ વચ્ચે વારંવાર આવી વાતો થયા કરે છે. વારંવાર વીસામણનું દિલ ગંગાજી તરફ દોડ્યા કરે છે. આપા દાના પણ વારેવારે


  1. ** આ વાત બરાબર નથી. ઉકાને બે જ દીકરા હતા.