પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારી લાલ રે પાડોશણ બાઈ;

તમને કાંઈ કી ગિયાં રે?

મારે કાગળ નાવેલા કોય,

હરિવરના હાથના રે.

સખી, નાખી રે દીધાં રે નિરાધાર રે,

પિયુડે અમને પરહર્યાં રે;

આવ્યાં પીંપેર નવેલાં પાંદ,

નગણગારો નાવિયો રે.

મારી સગી રે નણંદડીના વીર રે,

ઓરડીએ છઇં એકલાં રે;

એવી જમરા અંધારી રાત,

નીંદર ના'વે એકલાં રે.

મારા હાથનો કરી લ્યું કાગળીયો,

આંગળની લેખણ કરું રે;

આરાં આંસુડાંની કરી લિયું શાઈ,

લખીને કાગળ મોકલું રે.

સખી, નાયા રે ધોયા વન્યા નારી રે,

અંબોડો નવ વાળીએં રે;

એવિયું લાંઘણ્યું પડે નવ લાખ,

માણસ કીંમ મેલીએં રે.

સખી, પાકી રે આંબા કેરી સાખ રે,

ઉપર સૂડા આટકે રે;

એવી સવ રે ઘોળે આંબા સાખ,

અમે તો ઘોળીએં વખડાં રે.

જીના પિયુડા વસે પરદેશ રે,

નવીન ચીજ નવ ચાખીએં રેં;

ઈનાં નેણલાંમાં વરસે નીર,

કાજળ નવ સારીએં રે.

સખી, સરવે માણસ સાથે પ્રીત્યું રે,

પાળે તો લઈ પાળીએં રે;

એવાં નૂગરાં માણસ સાથે નેહ,

ટાળે તો લઈ ટાળી દઈએં રે.

</poem>

એ લાંબુ ગીત પૂરું કરીને જ્યારે બાઈઓ સન્મુખ થઈ, ત્યારે તેઓની આંખો ભીની હતી, તેઓનાં મોં ઉપર દરિયાનાં મોજાં પરી વળ્યાં હોય એવી ઝાંખપ હતી. ગીતો શોધવાની