પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પર પડદો પડી જાય છે. એની કલ્પનાનગરી અત્યારે જાણે કે જમીનમાંથી ઊભી થતી થતી અવાચક થંભી ગઈ છે. સમયદેવે ભાવનગર બંદર પર પક્ષપાત વરસાવ્યો, અને સીમ્સ સાહેબની કાબેલિયતે તેમ જ દૂરંદેશીએ જેને આખા કાઠિયાવાડ-ગુજરાતની જોડે અનેક કરામતો વડે સાંકળી દીધું હોત ને છેક યુરોપના ઉંબરમાં મૂકી દીધું હોત, તે પોર્ટ આલ્બર્ટ વિક્ટર અત્યારે ફક્ત દેશી વહાણો પૂરતો જ, રાજુલાની ખાણોના ઘડેલા પથ્થરોનો તથા ચીરોડીનો કંઠાળી વ્યાપાર જોતું, લોકવાણીમાં ફક્ટ 'પોટ' અથવા 'પોટો' એવું જ મિતાક્ષરી ને અળખામણું નામ પામેલું ઊભું છે. કાળચક્રના આંટામાં ક્યાંયે કદાચ આ પોર્ટ આલ્બર્ટ વિક્ટરનાં તેજ-તકદીર નિર્માયાં હશે તો તે દિવસ સીમ્સ સાહેબનો આત્મા જ્યાં હશે ત્યાં સાંત્વન પામશે. અત્યારે તો એ ધણીનો રોટલો હક કરવા સારુ પોતાનો દેહ પાડનારા ખાનદાન અંગ્રેજ કાંઠાના લોક ખરા યાત્રિકોના ભાવથી યાદ કરે છે.

સીમ્સ સાહેબની સ્વપ્નસૃષ્ટિના બે આવશેષોને હું નહીં ભૂલું : એક તો ચાંચના છેલ્લા બિન્દુની નજીક ખાડીના મુખદ્વાર ઉપર એકા ખડક પર ઉભેલ ‘કંદેલિયો’, ને બીજો બંદર પરનો પગી ઘૂઘો ખલાસી. એ ‘કંદેલિયો’ એટલે સીમ્સ સાહેબે ચણેલી અડીખમ ‘ઓબ્ઝરવેટરી’. “ઘૂઘા પગી, તમને કેટલાં વર્ષ થયાં?” “ઇણી મુંણે શી ખબર્ય, સા’બ? મુંણે કીં યે ઇયાદ નથી.” એ ચાળીસા વર્ષના દેખાતા હસતા માણસે જબાબ દીધો. “ઘૂઘા પગી, વીજળી આગબોટ ડૂબી ગઈ એ તમને યાદ છે?” “ઇ તો સાઈબા, હજી કાલુની જ વાત; ઇ તો સંધુંય મારી સાંભરણ્યમાં. વીજરીની તો ઇ અગિયારમી-બારમી ખેપ હતી. ઇનો કાપ્તાના હતો મશલમાન. ઇણું એકોય મડદુંય ક્યાંઈ ન જડ્યું, એકોય લૂગડૂં-ચીંથરુંય કાંઠે ના નીસર્યું. કારણ કે ઇણે તોફાનની વેરાએ તમામ ઉતારુંને ભંડકમાં ભેરાં કરી દઈ ભંડક બાર્યથી બંધ કરી દીધું’તું ઇમ બોલાય છે. આગબુટ ઇમ ને ઇમ તરિયે જઈ બેઠી. ઈ તો હજી હમણાંની વાત. “

સાચું, વીજળીનો કપ્તાન બિચારો ફકીરમહમ્મદ : પહેલો જ દેશી કપ્તાન : એટલે જ એને આગબોટ પાછી વાળવામાં નામોશી લાગી : એણે શું વિચાર્યું?

ભાગું રે તો મારી ભોમકા લાજે, અલ્લા માથે ઈમાન : કાસમ તારી વીજળી! વીજળી રે મધદરિયે વેરણ થઈ.

એ રાસડો મને યાદ આવ્યો.

“ત્યારે હેં ઘૂઘા પગી, સીમ્સ સાહેબે આ બંદર બાંધ્યું તે તમને યાદ કે?”

“ઈયાદ કીમ નઈ, સાબ! હું સીમ સાબની ભેરો જ હુતો ને!”

“કેવી રીતે બંદર ખુલ્લું મૂકેલું, હેં ઘૂઘા પગી?”

“ઇમ થ્યુ’તું, કે સીમ સાબે સંધુંય તીયાર ટપ્પે કરીને પછે ઠેઠ બંદરથી તે ગામ