પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4. આત્મ-સમર્પણ ભગવા પે'રેને ભેખ, દુનિયાને કાંઉ દેખાડીયેં આતમ અમણું એક, સંન્યાસી થ્થું સૂરના ! [18] [હવે ભગવાં કપડાં પહેરીને હું દુનિયાને શું દેખાડું ? અંદરનો મારો આત્મા પોતે જ સંન્યાસી થઈ ચૂક્યો છે. મેં તારી આશા ત્યજી છે.] રૂપાની રેણે, માદળડી મઢાવીએ; સોના સાંકળીએ, હાથે બાંધું' હેમિયો ! [19] [હવે હેમિયો સદેહે તો મને મળવો દુર્લભ છે. એટલે હું રૂપાની એક માદળી (તાવીજ) કરાવી તેની અંદર મારા હેમિયાની કલ્પનામૂર્તિને પધરાવી, તે અંદરથી નીકળવા ન પામે માટે ઉપર રેણ-કામ કરાવી, એક સોનાની સાંકળીમાં પરોવી મારા હાથ સાથે બાંધી રાખીશ. એ રીતે હેમિયો મારો સદાનો કેદી બની રહેશે.] ના, ના, એ રીતે તો કદાચ મારો હેમિયો ફરીને પાછો ખોવાઈ જાય. માદળડી ક્યાંય પડી જાય. માટે – ગર બાંધી ગોતેં, બોળાવશું બીયાં, (એનાં) ત્રોફાવું ત્રાજવડાં, (મારા) હૈયાવચાળે, હેમિયો ! [20] આપણો સંયોગ તો હવે આ રીતે દુર્લભ છે, હું તો તને સદેહે તો નહીં પ્રાપ્ત કરી શકું, છતાં હું ગિરના જંગલમાં શોધ કરીને ત્રાજવાં (છૂંદણાં) પડાવવાના રંગ માટેનું ઝાડ શોધીશ, એને પલાળીને લીલો રંગ તૈયાર કરીશ, અને બરાબર મારી છાતીના મધ્ય ભાગ ઉપર હેમિયાની આકૃતિ ચીતરીને એનું છૂંદણું પડાવીશ. પછી એ મારા શરીર ઉપર ચામડી હશે, ત્યાં સુધી છપાયેલી જ રહેશે.] 1 બીજો પાઠઃ કાળજનો રેણાકુ કરું ! 2 બીજો પાઠઃ ગર બાંધી ગોતે, (અમારો) બીયો બોળાવેલ રિયો. એનાં ત્રાજવડાં ત્રોફે, હૈયે કંડારી હેમિયો ! ૩ ત્રાજવાં ત્રોફાવવાં = છૂંદણાં પડાવવાં (ટેટૂઈંગ'). લોકહૃદયમાં આ છૂંદણાં છપાવવાની પ્રથા માટે અતિ પ્રબલ ભાવ ભર્યો હતો. કેવળ શરીર શણગારવાને માટે ફૂલ, પાંદડીઓ કે પક્ષી-આકારો છૂંદાવવા પૂરતો જ એ શોખ નહોતો; પણ ઈશ્વર અથવા ઇષ્ટદેવદેવીનાં નામો તેમ જ આકૃતિઓ (જેવા કે રાધાકૃષ્ણનાં મ્હોરાં) છૂંદાવવા સુધીનો ધર્મભાવ પણ સેવાતો હતો. આંહીં આ ત્યજાયેલી પ્રિયતમા પોતાને ત્યજી જનાર પ્રિયજનનું ચિત્ર – છૂંદણું – શરીરના અન્ય કોઈ અવયવ પર નહીં પણ ‘હૈયા વચાળે' છૂંદાવવા માગે છે. પ્રિય આકૃતિનું કાયમીપણું તેમ જ વધુમાં વધુ સામીપ્ય – એ બે ભાવોનો મેળ આ ઉદ્ગારમાં સમાયો છે. સોરઠી ગીતકથાઓ

493

૪૯૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૩