પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ઓ મારા સ્વજન, ખમા તને! ઈશ્વરની રક્ષા હજો તને ! તું લથિયાં ન લે, ઓ લાડીલા તું સંભાળીને પગલાં માંડ. શેવાળ બાઝેલ પથ્થર પર તું પગ ન દેતો. રખે તું પડી જઈશ. 2. વિદાયની રાત્રિએ સંઘડો સડેચો જાય, ખમાચોય ખમે નહીં; રો મા રાવલિયા ! ખોટી મ ક૨', ખીમરા ! [7] [ચોધાર રડતા અને રોકવા મથતા ખીમરાને લોડણ સમજાવે છેઃ ઓ ખીમરા ! આમ જો, આ અમારો જાત્રાસંઘ ઉતાવળથી ચાલ્યો જાય છે. એ હવે રોકાયો રોકાતો નથી. હવે રડ ના, હૈ રાવલિયા આહીર ! હવે મને વિલંબ કરાવ ના, મને રાજી થઈને રજા દે.] અરે લોડણ, તું પાછી નહીં આવે ! આવી ખારી ભૂમિમાં તને નહીં આવવું ગમે તો ? ખીમરા ! ખારો દેશ, મીઠાબોલાં માનવી; વળતાં વિસામો વેશ, ખોટી મ ક૨, ખીમરા ! [8] [હે ખીમરા ! આ બધો પ્રદેશ તો ક્ષારવાળો છે, પણ એમાં તારા જેવાં મીઠાબોલાં માનવી વસે છે. માટે જ હું આંહીં ચોક્કસ આવીશ, પાછા ફરતી વેળા હું આંહીં વિશ્રામ લઈશ, માટે અત્યારે મને રોકી રાખ નહીં.] તોય ખીમરો કલ્પાંત છોડતો નથી. લોડણ ફોસલાવે છે: વીસે દિ'નો વાડ, આઠે દા'ડે આવશું. રો મા રાવલિયા, ખારે આંસુડે, ખીમરા ! [9] [તું રડ નહીં. ખારાં આંસુ પાડ નહીં. મેં તને વીસ દિવસ પછી આંહીં આવી પહોંચવાનો કોલ દીધો છે, તેને બદલે હવે તો હું આઠ જ દિવસમાં પાછી આવીશ.] ૩. દ્વારકાને રસ્તે રસ્તામાં લોડણનો ભાઈ બહેનના હ્યથમાં સીસા દેખે છે, પૂછે છેઃ કૂંપા કાચ ચણા, મારગમાં ક્યાંથી મળ્યા, મૂકી દે મોભણ ! ખટક બેઠી ખીમરે. [10] [હે બહેન ! તને રસ્તામાં આ કાચના સીસા ક્યાંથી મળ્યા ? તું છોડી દે એને. તને ખીમાની લત લાગી છે, એ ઠીક નથી.] · ખોટી કરવું: રોકાણ કરવું. 498

લોકગીત સંચય

૪૯૮
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૮