પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કૂંપા કાચ તણા, મિતરું પાસેથી મળ્યા, રાવલિયો ૨દામાં, ખાંતે નવરાવું ખીમરો. [11] [બહેન કહે છે, ભાઈ ! આ કાચના સીસા તો મારા વહાલા મિત્ર પાસેથી મળ્યા છે. મારા હૃદયમાં રાવલિયો આહીર ખીમરો બેઠો છે, તેને હું આ સીસા ભરી ભરીને રેડીને નવરાવીશ.] રાત્રિએ રસ્તામાં લોડણ અમંગળ શકુન દેખે છેઃ ડાબી ભેરવ કળકળે, જમણાં જાંગળ થાય, લોડી ખંભાતણ ઈં ભણે, (આ) સંઘ દ્વારકા ન જાય. [12] [આપણા સંઘની ડાબી બાજુએ ભેરવ (ચીબરી) નામનું પક્ષી ચીસો પાડે છે; અને હમણાં જમણી બાજુ ઊતરે છે. લોડી ખંભાતણ એમ કહે છે કે, આવાં અપશુકનને લીધે આ સંઘ દ્વારકા નહીં પહોંચે એવું લાગે છે.] આજૂની અધરાત, બે બે પંખી બોલિયાં, વાધ્યમ ! તમણી વાત ખોટી હોજો, ખીમરા ! [13] [અપશુકન પછી અપશુકન થઈ રહેલા છેઃ આજની અધરાતે હું સૂતી હતી, ત્યાં મેં બે પક્ષીઓની એક સામટી અમંગળ વાચા સાંભળી. એવી વાણી પોતાના પ્રિયજન ઉપરની આફત સૂચવે છે. એવું કંઈક હોય તો હૈ વાલા ખીમા ! તારા વિશે એ ખોટું જ પડજો ! કોઈ બીજા સગા, વાલા ઉપર જ એ અમંગળ ઊતરજો.] દ્વારકા પહોંચી, તો ત્યાં પણ રાતે એ જ અમંગળ ભણકારા ! દ્વારકાને મંદિર (ભને) અવળું સપનું આવિયું, સાચું (હે) સગે વીર ! (પણ) ખોટું તમણું, ખીમરા ! [14] દ્વારકાના દેવળમાં સૂતી છું, ત્યાં પણ મને ભયંકર માઠું સ્વપ્ન આવ્યું. જાણે કોઈ આત્મજનનું મોત થયું. હે પ્રભુ ! એ સ્વપ્નું સાચું જ પડવાનું હોય, તો મારા સગા ભાઈને વિશે સુખેથી સાચું પડજો, પણ મારા પ્રિયજન ખીમરાના સંબંધમાં તો ખોટું જ નીવડજો ! ભાઈ ભલે મરે, પણ પિયુ ન મરજો !J સોરઠી ગીતકથાઓ

499

૪૯૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૯