પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4. દ્વારકાથી લોડણ પાછી વળે છે: રાવલ ગામે આવે છે: સ્મશાનમાં ખીમરાનો મૃત્યુ-સ્તંભ પાળિયો) નિહાળે છે ! ત્યાં વિલાપ કરી કરી પ્રાણ ત્યજે છે મારગ-કાંઠે મસાણ, ઉજળડાં આય૨ તણાં, પોઢેલ અમલો પ્રાણ, રાવલિયો રીસાવી ગયો. [15] આ રસ્તાના કાંઠા ઉપર ઊજળાં આહીર લોકોનું સ્મશાન છે. ત્યાં અમારો પ્રાણ પોઢી ગયો છે. રાવલિયો આહીર ખીમરો મારાથી રીસાઈને સૂઈ ગયો છે.] મારગ-કાંઠે મસાણ, ઓળખ્યાં નૈ આયર તણાં, ઉતારી આરસપાણ, ખાંભી કોરાવું, ખીમરા ! [16] [હું આવતી હતી, ત્યારે મેં આ આહીર પિયુનું સ્મશાન ઓળખેલું નહિ. હે ખીમરા ! હવે તો હું આરસ પથ્થર કોતરાવીને તારી ખાંભી બનાવરાવીશ.] જાતાં જોયો જુવાન, વળતાં ભાળું પાળિયો, ઉતરાવું આરસપાણ, ખાંતે કંડારું ખીમરા ! [17] [જતી વેળા જેને મેં જીવતો જુવાન જોયેલો, તેને હું અત્યારે પાછી આવતી વેળા પથ્થરનો પ્રાણહીન પાળિયો બની ગયેલો જોઉં છું. હવે તો આરસ પથ્થર ઘડાવીને હું તેમાં મારા ખીમરાની મૂર્તિ કોતરાવીશ.] 500 ઘોડાળા, જાવ ઘર-વાટ, (અમે) પાળાં પળતાં પૂગશું, રે'વી મારે રાત, (તારી) ખાંભી માથે ખીમરા ! [18] પોતાની સાથે ઘોડેસવારોને, સંઘના લોકોને લોડણ કહે છે કે તમે હવે ઘરની વાટે ચાલતા થાઓ ! કેમ કે મારે તો આ ખીમરાની ખાંભી ઉ૫૨ રાતવાસો રહેવું પડશે. હું પાછળ પાછળ ધીરે ધીરે પગે ચાલીને પહોંચી જઈશ.] સહુને વિદાય કરી, પોતે એકાકિની, અંધારી રાતે, એ સ્મશાનમાં, ખીમરાની ખાંભી ઉપર રુદન કરે છેઃ રાવલિયા ! મું રાત, વગડાની વેરણ થઈ, સગા ! દેને સાદ, ખાંભીમાંથી ખીમરા ! [19] [હે રાવલવાસી પિયુ ! આ જંગલની રાત મને ત્રાસ આપી રહી છે. એકલતા મારાથી સહી જાતી નથી. હે સ્વજન, તારી ખાંભીના પથ્થરમાંથી મને એક અવાજ તો દે ! તડકો ને આ ટાઢ્ય, વગડો ય વેઠેલ નૈ, રે'વી મારે રાત્ય, (તારી) ખાંભી માથે ખીમરા ! [20]

લોકગીત સંચય

૫૦૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૦