પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હૈ ખીમરા ! આ જંગલનો વાસ, આ તડકો ને ઠંડી કદી જ નથી અનુભવ્યાં, છતાં આજે મારે તારી ખાંભી ઉપર રાત રહેવું છે.] મોતી માજીગળ તણું, (જાણ્યું) પે'રાવશું પાંજરને, (ત્યાં) ડૂબ્યું મધદરિયે, ખોયું રતન ખીમરો ! [21] [હૈ ખીમરા ! મેં તો એમ માનેલું કે મને સમુદ્રનું આવું સાચું મોતી મળ્યું છે, તે હું મારા કંઠને પહેરાવીશ. ત્યાં તો એ ખીમરારૂપી રત્ન મધસાગરે પડીને ડૂબી ગયું.] રેત હું રાવલમાં, ચડત મન ચાખડીએ; ત્યાં તો) રોળ્યાં રાવલીએ, ખડવઢું કર્યાં ખીમરે. [22] મનમાં તો ઉમેદ હતી કે હું રાવલ ગામમાં જ રોકાઈને રહેઠાણ કરત; લગ્નની ચાખડી પર ચડત. ત્યાં તો રાવલિયાએ રઝળાવીને ઘાસ વાઢનારી ભિખારણ) કરી મૂકી.] ચોરી આંટા ચાર, પાટે પરણ્યાં નૈ, વાલ્વમ, તમારી માળ ખંતની ન નાખી ખીમરા ! [23] [લગ્ન-ચોરીમાં વિવાહના ચાર આંય ફરીને બાજઠે બેઠાં નહીં. હે વહાલા ! તારી વરમાળ કંઠમાં ન પહેરી શકાઈ.] સાની તસ્ર સગા ! પગ લપટ્યો પાસા જીં, ઊંડે જળ આણી, ખસતાં કીધાં ખીમરા ! [24] [આ સાની નદીનાં કોતરમાં મારો પગ, સુંવાળો પાસો લપટે તેમ લપટી પડ્યો. જાણે કે તેં મને ઊંડા જળમાં ખેંચી જઈને પછી ધક્કો દીધો.] ' કૂંપા કાચ તણા, રાખ્યા રિયા ભૈ, ભાંગી ભૂકા થિયા, (તારી) ખાંભી માથે ખીમરા ! [25] [આ કાચના સીસામાં હું ગોમતી-જળ ભરીને લાવી, તે આજ તારી ખાંભી ઉપર પછડાઈને તૂટી ગયા.. સાડિયું સગા ! પંચમાં જઈ પૂગિયું, વલાસું વલા ! (મુંને) ખણ ખણ સાંભરે ખીમરા ! [26] [હે સ્વજન ! વેદનાની શારડી છેક મારા હૃદય સુધી પહોંચી ગઈ. હે વહાલા ! તારી સાથેના વિલાસ મને ક્ષણેક્ષણ સાંભરે છે.] પાઠાન્તર: ‘જાળવેલ જતન કરી.' સોરઠી ગીતકથાઓ

501

૫૦૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૧