પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગયું લાગિયું ગૂઢાણ, ઈંગાર ઓલાય નૈ, મરતે મારું રાણ, ખોડસ ખિયાં ખીમરા ! [27] [આ તો ગિરનું જંગલ સળગી ઊઠયું, એના અંગાર ઓલવાય નહીં. તું મરતાં મારે તો અગ્નિ સળગી ઊઠ્યા જેવું થયું.] મોટા લાકડાનો અવળે શકને આવિયાં, ડાબો ગણેશ થિયો, મેરીપરને' મારગે, રાવલિયો રણમાં રિયો. [28] [હું અમંગળ શકુનમાં આવી હોઈશ, ગણેશ (તેત૨) પક્ષી મારી મોખરે ડાબી બાજુ ઊતર્યું હશે. એટલે જ મારો રાવલિયો મેરીપર ગામને માર્ગે મૃત્યુ પામ્યો.] વિગતે કરું વિચાર, પાણો પૂજાય નૈ, સયરો તેડાવી સલાટ, (તારી) ખાંભી નખાવું ખીમરા ! [29] [હું ખીમરાની ખાક ઉપર સાદા પથ્થરની ખાંભી ખોડેલી જોઉં છું. હું વિચારું છું તો એમ લાગે છે કે એવો પથ્થર તો મારાથી પૂજાય નહીં. માટે હે ખીમરા ! હું તો એક પ્રવીણ સલાટને તેડાવીને આંહીં તારી ઘાટદાર ખાંભી નખાવીશ. પછી તો એ ખાંભી જાણે સજીવ હોય એવું ચિંતવતી, ખાંભીમાં છુપાયેલા ખીમરાને આલિંગન ભરે છે. પાગલ બની જઈને લવે છેઃ 502 અણિયાળાં અમ ઉર, ભીંસું તોય ભાંગે નહીં, બળ કરતી હું બીઉં, (તારી) ખાંભી માથે ખીમરા ! [30] [હું તારી ખાંભીની સાથે ભેટી પડીને મારાં યૌવનભરપૂર અણીદાર સ્તન દબાવું છું, તોપણ એ ચગદાતાં નથી. ગાઢ આલિંગન ભરીને છાતી છૂંદી નાખું એવું થાય છે, પરંતુ વધુ જોર કરતાં હું ડરું છું, કેમ કે રખેને ઊલટી તારી ખાંભી ભાંગી જાય ! ખીમરા ! મોટી ખોડ, માણસને મરવા તણી, લાગે લાખ કરોડ, ઈ જેવી એકોય નૈ. [31] [ઓ ખીમરા ! માનવીને બીજા તમામ ભોગ આપવાની વાત સહેલી છે. પણ પોતાના પ્રિયજનની પાછળ મરવા જેટલું સ્વાર્પણ બહુ મુશ્કેલ છે. બીજાં લાખો નુકસાન ખમી શકાય, પણ પ્રાણ દેવાની વાત અસહ્ય છે. તું મારી પાછળ મરી જઈ શક્યો. તારું આત્મ-સમર્પણ એ રીતે શ્રેષ્ઠ છે. હું પણ એ જ કરી બતાવીશ.] સીંદોર ચડાવે સગાં, દીવો ને નાળિયેર દોય, (પણ) લોડણ ચડાવે લોય, (તારી) ખાંભી માથે ખીમરા! [32]

  • મેરીપર ગામ રાવલથી દ્વારિકા જતાં આવે છે.

લોકગીત સંચય

૫૦૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૨