પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હે ખીમરા ! તારાં બીજાં સગાં તો આંહીં આવીને તારી ખાંભી ઉપર સિંદૂર ચડાવે છે, દીવો પ્રગટાવે છે, નાળિયેર ધરે છે. પણ લોડણ તો સિંદૂરને બદલે પોતાનું લોહી ચડાવીને તારી જાત્રા જુવારી રહી છે.] ખંભાતથી હાલી ખીમરા ! ના'વા ગોમતી ગઈ; અધૂરા લખ્યા'તા આંકડા, રાવલ અધવચ રહી. [33] [હે ખીમરા ! લોડણ છેક ખંભાતથી નીકળીને દ્વારકાના ગોમતીતીર્થે નાવા ગઈ, પણ એના ભાગ્ય-લેખ અધૂરા હતા. એટલે એ પાછી ઘેરે ન પહોંચી શકી; અધવચ્ચે રાવલ ગામમાં જ રહી ગઈ.] સોરઠી ગીતકથાઓ

503

૫૦૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૩