પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિશે કોઈ જાતની ખબર જ નથી. એ જ સમયે મરુભોમની માવતરવિહોણી કન્યા મારૂનેય જોબન બેઠેલ હતું, પણ એને તો પોતાનાં પારણાં-વિવાહની જાણ થઈ ચૂકી છે, એટલે એ વાટ જોતી બેઠી રહી છે. આશા છે એ કોઈક દિવસ પહાડી સ્વામી હાથ ઝાલવા આવી પહોંચશે. ઘણો કાળ વીત્યો, તોયે કોઈ ન આવ્યું. સોરઠથી થળપારકરને કાંઠે ઊતરનારાં વટેમાર્ગુઓની જીભેથી એ સાંભળે છે કે ઢોલો હયાત છે, પરણ્યો છે, પણ જીવતરમાં સુખ નથી પામ્યો. સાચી જોડી નથી જડી. મરુભોમની બેટી અધીર બની ગઈ. મુસાફરોની સાથે સંદેશા કહાવ્યા. પ્રવાસીઓએ સોરઠના બાળ આગળ જઈને મેંણાં દીધાં કે આવી આવી રૂપગુણભરી મારૂને તેં કેમ વિસારી ! પાડનો બાળ આ સહુ વાતો સાંભળીને જાગી ઊઠ્યો. એણે સામા કાંઠાના પુકાર સાંભળ્યા. પવનવેગી ઊંટ હોકાર્યો. મરુદેશમાં પહોંચીને જે પોતાની હતી, તેનું પાણિગ્રહણ કર્યું. 1. વિવાહના બોલ-કોલ. ચાર જણાં ચોપડ રમે, પારસ પીંપળ હેઠ; નળ પીંગળ સંગી હુવા, (જે દિ’) મારૂ ઢોલા પેટ. [1] [ચારે જણાં – નળ અને એની સ્ત્રી તથા પીંગળ અને એની પત્ની – પારસ-પીપળાનાં ઝાડ નીચે ચોપાટ રમતાં હતાં. તે ટાણે મારૂ અને ઢોલો, બંને પોતપોતાની માતાના ગર્ભમાં હતાં. આવે રૂડે સમયે નળ અને પીંગળ વચ્ચે ભાઈબંધી બંધાઈ.] પીંપળરાવરી પદમણી, નળરાજારો ઢોલ; જબહીં પોઢ્યાં પારણે તબહીં બોલાબોલ. [2] પદ્મિની મારૂ પીંગળરાજની પત્નીને પેટ જન્મી; અને ઢોલો નળરાજાની સ્ત્રીને અવતર્યો. આ બંને બાળકો પારણે પોઢતાં હતાં, ત્યારથી જ માબાપોએ બચ્ચાંના વેવિશાળના કોલ આપ્યા હતા.. ' ‘બોલ બોલવા’ એ પ્રયોગ હજુ પણ લોકસમૂહમાં પ્રચલિત છે. એનો અર્થ ‘વેવિશાળ વિવાહ) કરવું' એ છે. સોઠી ગીતકથાઓ

505

૫૦૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૫