પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

' 2. વિજોગણના સંદેશા આટલી જન્મકથા અને વિવાહના બોલ-કોલની વાત પછી, ઘણાં વર્ષો સુધી શાં શાં વીતકો વીત્યાં, તે દર્શાવતો એક પણ દોહો નથી. વીસેક વર્ષનો ગાળો વહી જાય છે. ઢોલાનો ઘરસંસાર તો માલવણની સાથે લીલોસૂકો ચાલી રહ્યો છે; ત્યારે બીજી બાજુ દૂર દૂરના મરુદેશમાં ભરજોબનયે ઝોલાં ખાતી મારૂ ઢોલાને માટે જ ઝંખે છે. એને તો જાણ થઈ ગઈ છે કે પારણે પોઢ્યાં હતાં તે દિવસથી જ ઢોલાને વરી છે. એને બીજે પરણવું નથી. કોઈક દિવસ ઢોલો આવશે, એવી એને આશા છે. પણ જોબન તો હવે છોળે ચડ્યું છે ! ધી૨જ ઘણી તવાઈ રહી છે. આકાશે વહેતાં પંખીની સાથે, અથવા કદાચ માર્ગેથી નીકળતા મુસાફરોની જોડે મારૂ ઢોલાને સંદેશો મોકલે છેઃ [3] [ઓ મુસાફર ! મારા ઢોલાને એક સંદેશો પહોંચાડ જે કે જોબન-ફૂલની કળી હવે તો ખીલી છે, છતાં યે તું ભમરો આવીને એના ઉપ૨ કાં નથી બેસતો !] પંથી !' એક સંદેસડો, ઢોલાને પહુંચાય; જોબન-કળિયું મોરિયું, ભમર ન બેઠો આય. [4] [ઓ પંથી ! એક સંદેશો કહેજો, કે જોબનરૂપી હાથી મદોન્મત્ત બની ગયો છે, માટે હે માવત ! હવે તો તું અંકુશ લઈને ઘર આવ.] 506 અથવા પંખી'. પંથી ! એક સંદેસડો, ઢોલાને કહી જાવ, જોબન-હસતી જાગિયો, અંકુશ લઈ ઘર આવ. [ઓ પંથી છે, માટે તું માળી બની કળીઓ ચૂંટવા આવ.] ' પંથી ! એક સંદેસડો, ઢોલા લગ લે જાવ; જોબન-ચંપો મોરિયો, કળી ચૂટનકું આવ. [5] ! એક સંદેશો ઢોલાની પાસે લઈ જા, કે જોબનરૂપી ચંપા-છોડ હોરી ઊઠ્યો [6] [હે ઢોલા ! જોબનનો આંબો ફાલ્યો છે, છતાં તું એની સાખો ચાખવા કાં ન આવે ?J લોભી ઢોલા આવ ઘર, કાંય ફિ વદેશ, દિન દિન જોબન જાય તન, લાભ કે દિને લેશ ? પંથી ! એક સંદેસડો, ઢોલાને સમજાવ; જોબન-આંબો ફાલિયો, શાખ ન ચાખે આવ ! [7]

લોકગીત સંચય

૫૦૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૬