પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢોલાના ઊંટોમાંથી એવો કયો એક ઊંટ છે, કે જે મને આજ ને આજ મારૂ સાથે મેળાપ કરાવે જાણે કે એક વેગીલો ઊંટ ઢોલાનો બોલ ઝીલે છે: મુંજ ગળ બાંધો ઘૂઘરા, મુજ શિર સાજો સાજ, મેં ઢોલારો ક્રેહેલિયો, (થાને) મારૂ મેળાં આજ. [17] મારે કંઠે ઘૂઘરા બાંધો. મારા પર સુંદર સાજ સજો. હું ઢોલાનો ઊંટ, તેનો આજે ને આજે મારૂ સાથે મેળાપ થાય એવી ઝડપે હું મજલ કાપીશ.] ઊંટ ઉપર સાજ સજાયા છે. ઢોલો ક્યાં જવાનો છે, તેની કોઈને જાણ નથી, પણ એની સ્ત્રી માલવણ આ બધો ભેદ પામી ગઈ છે. એ ઢોલાને રોકી રાખે છેઃ ઢોલો હાલું હાલું હાલું કરે, ધણ હાલણ નવ દેહ;' ઝબ ઝબ ઝુંબે પાગડે, ટપ ટપ નીર ભરેહ. [18] [ઢોલો વારંવાર ઊપડવાનું કહે છે, પણ એની ધણિયાળી એને ચાલવા દેતી નથી. ઢોલો ઊંટ પર ચડે છે કે તુર્ત જ દોડીને માલવણ ઊંટનું પાગડું પકડી ટીંગાઈ રહે છે અને આંખોમાંથી ટપક ટપક આંસુ પાડે છે.] ઢોલો અંતરની વાત કહી શકતો નથી. મૂંઝાઈને ઊભો રહે છે. ઊભો ઊભો નખ વડે ભીંત ખોતરે છે. માલવણ એને પંપાળીને પૂછે છેઃ ઢોલા ! કેમ દયામણા, નખરું ખોદો ભીંત, અમથી તે કુણ આગલી, ચડી તમારે ચિત? [19] [હે ઢોલા ! આમ દયામણું મોં કરી ઊભા ઊભા નખ વતી દીવાલ શા માટે ખોતરી રહ્યા છો? કોનું ચિંતન કરો છો? મારાથી અધિક પ્રિય એવી કોણ સ્ત્રી તમારા ચિત્તમાં ચડી છે ] ઢોલો બાંધે ધોતિયાં, માલવણ ધાન ન ખાય, ખોડો થાને ક્રેહેલિયા ! ઢોલો ગામ ન જાય. [20] [મુસાફરીને ઊપડવા માટે ઢોલો માથા પર ધોતિયું પાઘડી) બાંધી રહ્યો છે, એ દેખીને માલવણ અન્ન ખાતી નથી. ઊંટની પાસે જઈને માલવણ કહે છે કે “ઓ ભાઈ ઊંટ ! તું પગે લંગડો બની જવાનો ડોળ કરને ! તો મારો ઢોલો મુસાફરીએ ન જાય.'] ઊંટ જાણે કે ઉત્તર આપે છે: 1 દેહ (દે), ભરેહ એવા શબ્દોમાં ‘હ’ પ્રત્યય ફક્ત કાવ્યની માત્રા મેળવવા પૂરતો જ આવે છે. 2 ‘નખથી ભીંત ખોતરવી' એ કોઈ ઊંડા વિચારની, મનની મૂંઝવણની, કોઈના સ્મરણની નિશાની છે. સોરઠી ગીતકથાઓ

509

૫૦૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૦૯