પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[21] [ના, ના હું લંગડો બન્યાનો ડોળ કરું તો તો મારે ડામ ખાવા પડે. અને પછી ચા નહ્યું એટલે ખીલે બંધાયા બંધાયા મારે ભૂખે મરવું પડે. તે કરતાં તો હું જો ઢોલાને સાસરે જાઉં તો ત્યાં મને લીલી મગની શીંગોનો ચારો ચરવા મળશે.) જાણે કે ફોસલાવે છે: મારૂને ઘેર 510 ખોડો થાં' તો ડાંભ' ખાં, બાંધો ભૂખ મરાં, જાઉં ઢોલારે સારારે, (તો)હિરયાં મુંડ' ચાં. માલવણ [22] [ઓ ભાઈ ઊંટ ! તને જો ડામ દેવાનું કહેશે, તો હું પોતે જ એ ડામ આપીશ : બહુ જ ઝીણા સળિયા વતી તને ડામ દઈશ (વધારે ઇજા નહીં કરું), પછી એ ઠેકાણે તેલ ગરમ કરીને સીંચીશ (તેથી તમને આરામ રહેશે) એ કોઈ ન દેખી જાય તેમ ઊંડા ભોંયરામાં તને બાંધીને હું નાગરવેલનો ચારો ખવરાવીશ. મારૂને ઘેર તને મળે તે કરતાં યે અધિક સુખ-વૈભવ આપીશ. માટે હરકોઈ ઇલાજે તું લંગડાપણાનો ડોળ કરીને ઢોલાને મારુ-ઘેર જતો અટકાવ.] ડાંભુ ઝીણે ડાભડે, તાતાં સીંચું તેલ, બાંધું ઊંડે ભોંયરે, નીરું નાગરવેલ. [23] પણ ઊંટ તો વાર્યો ન રહ્યો. એની કાયા મુસાફરીએ ચડવા માટે તલપી રહી. માલવણ એને ઊના ડામ દેવા ગઈ, પણ ડામ દેવાના સળિયા સરી પડ્યા ! સાંઢિયો જાણે કે અસવારનું અંતર ઓળખે છે. વિજોગી જનોને ભેળા કરવા માટે તનતોડ વેગ કરે છે. પણ એના પગમાં માલવણે ડામ દીધો છે, ત્યાં કાંકરી ભરાઈ જઈને ખટકે છે, ઊંટ મજલ કાપી શકતો નથી. થળપારકરના રણની વચ્ચે જ સૂર્ય આથમવા લાગે છે. નિરાશ ઢોલો ઊંટને ઠપકો આપે છે: કરલો ન રિયો વારિયો, હલકુલ લગ્ગી કાય, ઊના ડામ દેવારતાં, ડાંભુ તો સ૨ જાય. = મગ. ક બીજો પાઠ : દેવ પહોંચ્યો ડુંગરે, હરણું પહોંચી હલાર, ફટ્સ લાખેણા કેહેલિયા ! (ભને) રાખ્યો રણ મોઝાર. [24] સૂર્યદેવ તો ડુંગરે (અસ્તાચળે) પહોંચ્યા, અને હરિણી નક્ષત્ર ાલાર દેશ ઉપર ઊતરી ' થાં (થાઉં), ખાં (ખાઉં), માં ભરું), એ બધાં ચારણી ભાષાનાં રૂપ છે. 2 ખોડંગતા પશુને એના પગ ઉપર ધગધગતા લોઢા વડે ડામ દેવાનો ઉપચાર ચાલે છે. 3 મુંડ - બીજો પાઠ : બાંધું વડની છાંયડી, નીરું નાગરવેલ; ડાંભ સમારું ઘથયું, સીંચું તેલ ફુલેલ દી ગ્યો દરિયા ડુંગરે, નીયો નીર ઝરણે; કાળી સાંઢરા ક્રેહેલિયા, રોળ્યો થળ રશે.

લોકગીત સંચય

૫૧૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૦