પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દુઃખની દાઝેલ દેહને જરી ભીંજવ. તારા વિના હું તૈયાનો અગ્નિ ક્યાં જઈને ઓલવું? રાજવંશીએ એનું કાળું મોઢું ન જ બતાવ્યું. જવાબ કહેશો પરણી તો નહીં શકાય. ન્યાતજાતની રૂઢિ નડે છે: પણ તું ખુશીથી તારો પેટગુજારો કરવા જરૂર હોય તેટલા દાણા મારા રાજભંડારેથી ભરી જા. ખુશી હોય તો બીજા કોઈ રાજા સાથે સ્નેહ કર. હું તને મોકળી કરું છું.’ દગલબાજી સામે પુણ્યપ્રૌપ હાય ! આજ લગી સારિયા સાદે બોલાવનાર બરડાધણીએ આજ મોંમાંથી કૂચા કાઢ્યા ? મને પેટભરુ ગણી મારી ઠેકડી કરી ! પહાડ-કન્યાને રૂંવેરૂંવે ઝાળો લાગી. સોરઠિયાણી એના સાચા સ્વરૂપે શોભી ઊઠી. કાલાવાલાની, શરણાગતિની, અધીનતાની ભાષા પલટી ગઈ. વજ ખડખડયું: વિશ્વાસઘાતી ! તેં મને છેતરી, ફસાવીને હીણપ દીધી. મારી લાજું લઈને જાકારો દીધો. મુજ પરદેશીની પીડ તેં જાણી નહીં. મને તારા ઘરના ટોડલા ઝલાવીને ઓશિયાળી બનાવી. સદાની મેણિયાત કરી મૂકી. મેં અજાણીએ ભૂલથી કુંભારને ઘેરથી કાચો ઘડો ઉપાડી લીધો, ને એ ઘડે હું જીવનસાગર પાર ઊતરવા ચાલી. હું અભડાણી. મને તેં પહેલેથી કેમ ના ન પાડી? ઓ મેહ ! તું મરી ગયો હોત તો જ ભલું હતું. તેં મને દગો દીધો. પણ મારા વૈર હું વાળ્યે જ રહીશ. જળનાં ડેડાં જેવાં નહીં પણ મા વિષધર જેવાં ઝેર તું મારાં સમજજે. હું તને શરાખું છું કે: 'જા, કુટિલતા અને પ્રપંચે ભર્યું તારું રાજ સળગી ઊઠજો ! ઘૂમલીના ઘુમ્મટો તૂટી પડજો ! આ નગરીનાં નિર્જન ખંડિયેર ૫૨ કાળા કાગડા કળેળજો !' કળકળ કરશે કાગ, ઘુમલગઢ ઘેરાશે ઘણો; અંગડે લાગો આગ, (તુંને) ભડકા વાળી ભાણના ! – ને ઘૂમલીનું રાજ રસાતલ જાય છે. વિશ્વાસઘાતી મેહ ગળતકોઢે ગળી ભૂંડે મોતે મરે છે. પહાડોમાં બાળકુંવારી ભમતી, પશુઓ ચારતી ઊજળી, પરલોકમાં પણ વરવું તો છે મેહને જ એવા સંકલ્પો સંઘરતી, મેહની એ વલે સાંભળી પાછી વળી. કોઢિયા પિયુના શબની ઝૂંપીમાં જ બેસી જીવતી સળગી ગઈ એવું લોકજીભ કહે છે. પણ એ વાતને કોઈ દુહાના આધાર નથી. સતી થવાની વાત ઘણી વાર્તાઓમાં પાછળથી સંધાડી દીધી હોય એવું લાગે છે. ટેકીલો પ્રેમ, પ્રેમ ઉપર બીજા બધા સંસારી હિતની આતિ, સમાજના બનાવટી વિધિનિષેધનો ઉઘાડેછોગ લોપ, અંતર આપ્યું તેને અંધ વિશ્વાસે આત્મસમર્પણ; પણ વિશ્વાસઘાત અને સ્વમાનહાનિની સામે ઊંડો હુંકારઃ પહાડનાં ભોળાં વસનારાંઓ જીવતરમાં આવી ઊર્મિઓ સંઘરતા હતા અને લાખો સોરઠવાસીઓ શિવરાતને ગિરનારી મેળે મારા લુકમાનભાઈ મલ્લા તથા બખરલાની બરડાઈ મેરાણી બહેનને કંઠેથી આવાં જલદ રસનાં પાન મેહ-ઊજળીના 60-70 સોરઠા વાટે કરતાં હતાં. દ્વારિકાથી મહુવા સુધીની અને સોરઠી ગીતકથાઓ

401

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ