પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગયું. ધિક છે તને ઓ મારા મૂલ્યવંતા ઊંટ ! આજે તેં મને રણની અંદર જ ચત રાખી દીધો. મારૂને આજની રાતે જ મળવાની મારી પ્રતિજ્ઞા જૂઠી પડશે.] ઊંટ ઉત્તર આપે છે: ભીડી લેને ગાતરી, તાણી લેને તંગ, કાઢ તું પગની કાંકરી, પોગાડું મારૂ-પલંગ. [25] [ઓ ઢોલા ! તું તારી પિછોડીની મજબૂત ભેટ તારી કમ્મર ૫૨ બાંધી લે, મારા ઉપર માંડેલા જીનનો તંગ કસકસાવીને ખેંચી લે. અને મારા ડાબા પગમાં જે કાંકરી ખૂંચે છે તેને કાઢી નાખ; પછી જોઈ લે મારો વેગ; હું તને આજે જ રાતે મારૂના પલંગ પાસે પહોંચાડી દઈશ.] માર્ગે વરસાદ તૂટી પડે છે. ઊંટ અને અસવાર અંધારી રાતે કીચડમાં ગોથાં ખાય છે. મનની ધારણા મુજબ પહોંચાયું નહીં. દિયું નાળાં જળ ઝરણ, પાણી ચઢિયાં પૂર, કરેલો કાદવ કળમળે, પંથલ પુંગલ દૂર. [26] [નદી, નાળાં અને ઝરણાંઓમાં વરસાદના પાણીનાં પૂર ચડી ગયાં છે. ઊંટ કાદવ ખૂંદી રહેલ છે. પુંગલગઢનો પંથ હજુ લાંબો રહ્યો છે.] ૨ણ વચ્ચે ઢોલાની આ દશા છે, અને એ જ વિરહ-દશા વરસાદે મારૂની કરી છે : ઊંડો ગાજે દૂર ખિવે, વરસે દેશ વદેશ, ગોરી ભીંજે ગોખમાં, પિયુ ભીંજે પરદેશ. [27] માર્ગે કોઈ મુસાફર મળે છે, ઢોલો એને પૂછે છે હે ભાઈ, કેવાંક છે મારૂનાં રૂપ ? મુસાફર એને ખોટો જવાબ દઈને ટીખળ કરે છેઃ મારૂો ચમકો ગિયો, ગિયો બાલપણ વેશ, નેણાંરી વાંકપ ગઈ, પંજર હૂવા કેશ. [28] [મારૂના રૂપનો ચમકારો તો ચાલ્યો ગયો, એનું બાળ જોબન તો ગયું, એનાં નયનોની ભમરોની બંકી છટા પણ ગઈ, એના માથાના કેશ પણ ધોળા બની ગયા, એવી મારૂને મળવા તું શું મૂર્ખ બનીને ઘેડી રહ્યો છે ?] સાંભળીને ઢોલો થંભી રહે છે: ' બીજો પાઠઃ કાઢ તું પગની કાંકરી, તાણી ભીડજે તંગ, દીવા ટાણે ન પોંચાડું (તો) કરજે ચાર અળંગ પગની કાંકી કાઢ, તાન્નીને મારાં તંગ ભીડી લે, પછી જો તને દીવા પ્રગટાવવાની વેળાએ મારૂને ગામ ન પહોંચાડું તો ખુશીથી મારા ચારે પગને કાપીને અળગા કરી નાખજે.] સોરઠી ગીતકથાઓ

511

૫૧૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૧