પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઊભો થળવટ એકલો, એવડ માંહ અસન્ન, મારૂને મળવા તણું, લાગું પલ પલ મન્ન. [29] [થળ (પા૨ક૨)ના રણમાં અસવાર એકલવાયો ઊભો થઈ રહે છે, મારૂને મળવા માટે એનું મન પલેપલ આતુર છે.] બીજો વટેમાર્ગુ મળે છે. ઢોલો પૂછે છેઃ ઓ ભાઈ ! મારૂ કેવી દીઠી? મુસાફર કહે છે: ઊંચે ટીંબે અજવાસડો, જાણે વીજળિયાંહ; મારૂ ઘનરી દામની, ઝળકી પાંસળિયાંહ. [30] [ઊંચા ટેકરા ઉ૫૨ (એક ઊંચા ગઢને ગોખે) મેં અજવાળાના ઝબકારા દીઠા. મેં જાણ્યું કે એ આકાશની વીજળી હશે, પણ એ વીજળી તો મારૂ હતી. ને એ તો એનાં અંગની પાંસળીઓ ઝબકારા કરી રહી હતી.. સાંભળીને ઢોલો પંથે પડે છે. સાંજને પહોરે રણને સામે પાર ઊતરે છે. મારૂનાં ધામ એની નજીક આવી રહ્યાં છે, તે વખતે રણને પાછલે કાંઠે શું થઈ રહ્યું છે? 5. માલવણ શોધે ચડે છે છાનામાના નાસી છૂટેલા ઢોલાના સગડ જોતી જોતી માલવણ પોતાની વેલડી હંકારતી પતિનો પીછો લે છે. સૂકા રણમાં, એક જાળના ઝાડને લીલુંછમ દેખીને માલવણ એને પૂછે છેઃ 512 ઊંડો થળ જળ વેગળો, તું કિમ લીલી જાળ ! કાં તો સીંચી સજ્જણે, (કાં) મે વૂઠો અણગાળ. [31] [ઓ જાળ ! આ થળનું તળ તો ઘણું ઊંડું છે. પાણી તો તારાથી અતિ દૂર છે. છતાં તું લીલીછમ ક્યાંથી થઈ ગઈ ? કાં તો કોઈ સજ્જને તને આંહીં પોતાની મશકમાંથી પાણી સીંચ્યું હશે અથવા તો આંહીં ઓચિંતો વરસાદ વરસ્યો હશે.] લીલુડી જાળ ઉત્તર આપે છેઃ ના તો સીંચી સજ્જજ્ઞે, મે ન તૂઠો અણગાળ; આંહીંથી ઢોલો પરવર્યો, કર લે ઝાલી ડાળ. [32] [નથી મને કોઈ સજ્જન પુરુષે પાણી રેડ્યું, કે નથી માા ૫૨ વરસાદ વરસ્યો. પણ હું સૂકાયેલી હતી તેમાંથી લીલી તો એ કારણ બની ગઈ છું કે, આંહીંથી ઢોલા નામનો પ્રેમીજન નીકળ્યો હતો, તેના ઊટે મારી ડાળીને મોંમાં લીધી હતી. એના સ્પર્શથી હું નવપલ્લવિત બની ગઈ.]

લોકગીત સંચય

૫૧૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૨