પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માલવણ આગળ વધે છે પણ તો સૂકી કઠણ ધરતી પૂરી થઈને કાદવવાળો પ્રદેશ આવે છે, પોતે હતાશ બને છેઃ મેં તાં વાઈ ઉતાવળી, ટાકરડી તળિયાંહ; કરેલ કાદવ લંઘિયા, થલવટી થળિયાંહ. [33] [ટાક૨ડી (કઠણ) મીન ઉપર તો હું ઉતાવળી ચાલી શકી. પણ અત્યાર સુધીમાં ઢોલાના ઊટે તો આ થળ પ્રદેશનો કાદવ ઓળંગી નાખ્યો છે. હવે હું એને નહીં પહોંચી શકું.) માલવણ પાછી વળે છે. ગામ એને વેરાન સમ લાગે છેઃ ઢોલો વળાઈ હું વળી, આવી નગર મુઝાર; માણસરે નગરી હુઈ, મારે મન્ન ઉજાડ. [34] [ઢોલાને વળાવીને હું પાછી વળી, નગરની અંદર આવી, બીજાં મનુષ્યોને એ ભરવસતીનું નગર છે, પણ મારે મન તો ઉજ્જડ વેરાન થઈ પડ્યું.] 6. મિલન અને લગ્નરાત્રિ વળતે દિવસ સાંજરે પુંગળગઢના પાદરમાં ઊંડા ઊંડા કૂવાને કાંઠે પનિયારી પાણી ભરે છે. ઊંટનો અસવાર પણ ત્યાં આવીને ઊભો રહે છે. અસવારે એ જળ ભરનારીને ઓળખી છે. એ મરૂભોમની પુત્રી મારૂ છે. તરસ્યો ઊંટ મારૂના ભર્યા બેડામાં મોં નાખે છે. મારૂ એને કાંબડીની સોટી મારે છે. ઊંટ જાણે કે બોલે છે: 1 મારૂઈ મારૂઈ મન ઝંખું મારૂઈ ઘેલડિયાં, પાણી પીતો હેલિયો, (તેને) મારલ કાંડિયાં, [35] [હું તો મારૂ ! મારૂ ! ઝંખતો આવું છું. પણ મારૂ કેવી ઘેલી ! હું ઢોલાનો ઊંટ એના જળબેડામાંથી પાણી પીતો હતો, તેમાં તો મારૂએ મને સોટીઓ મારી.] હું ઢોલારો ક્રેહેલિયો, તું ઢોલારી નાર, મુજ મ મારે કામડી, ફેર ન આવાં દાર. [ઓ મારૂ ! હું ઢોલાનો ઊંટ છું, ને તું ઢઢેલાની નારી છે. મને કાંબડી ન માર, નહીં તો હું ફરીને તારે દ્વારે નહીં આવું.. મારૂ ઓળખે છે ઊંટને પંપાળે છે હું તો વહી ઉતાવળી. કઠા તળવાળી જમીન. સોરઠી ગીતકથાઓ

513

૫૧૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૩