પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાણ્યો રબારી રાયકો, કાં ચારણ કાં ભાટ,' જાણત ઢોલાનો ક્રેહેલિયો, (તો) પહલે પાણી પાત. [37] મેં તો તારા અસવારને કોઈ રબારી ખેપિયો અથવા ચારણભાટ માન્યો હતો. જો મેં જાણ્યું હોત કે તું ઢોલાનો ઊંટ છે, તો તો હું તને મારા ખોબામાં જ પાણી પીવરાવતને ! માંડવ છાપો મોતીએં, તારે છાઈ ભાત; ઢોલો મારૂ પરણિયાં, ધન આજૂરી રાત. [38] [લગ્નનો માંડવો મોતીએ શણગારાયો, તારલાની ભાત આકાશમાં છવરાઈ ગઈ. ઢોલો અને મારૂ પરણી ઊતર્યાં; આજની રાત ધન્ય બની. કેચ કટારાં વંકડાં, માથે મશરૂ મોડ, ઢોલો રાતે લૂગડે, મારૂ નેણાં ચોર. [39] [ઢોલાની કમ્મરે વાંકડી કયો શોભે છે, માથા પર મશરૂની પાઘડી બાંધી છે, ઢોલો લાલ વસ્ત્ર દીપે છે અને મારૂ પણ નયનોને ચોરે તેવી સુંદર બની છે.] મારૂ નાહી ગંગજળ, ઊભી વેણ સુકાય, ચંદન કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય. [40] [પછી તો મારૂ ગંગાજળે નહાઈને ઊભી ઊભી એના વાળને સુકાવી રહી છે. એના દેહ ૫૨ ઝૂલી રહેલો એ ચોટલો, ચંદન-વૃક્ષ પર નાગ લટકતો હોય તેવો દેખાય છે !J 514 મારૂ ચાલી મો'લ પર, છૂટા મેલી કેશ; જાણે છત્રપત હાલિયો, કો'ક નમાવા દેશ. [41] [કેશ છૂટ મૂકીને મારૂ મહેલ પર ચડી રહી છે. જાણે કોઈ છત્રપતિ રાજા કોઈ બીજા દેશને નમાવવા ચાલ્યો હોય એવો ગૌરવભર્યો મારૂનો દેખાવ થયો છે.] મારૂ ચાલી મો'લ પર, દીપક જગાડરે, જાણે હનવો હાલિયો, લંકા લગાડશે. [42] [ાથમાં દીવો પ્રગટાવીને મારૂ મહેલ પર ચડે છે. હનુમાન જાણે લંકા સળગાવીને ચાલ્યા જાય છે !] મારૂ સૂતી અટારીએ, રતડો પલંગ બિછાય; તારા તરવરિયું કરે, ચંદરયો લલચાય.

  • બીજો પાઠ : સુલતાણારો સાંઢિયો, જો પીંગળગઢ આત,

હોત ગોરીનો વલ્લો, (તો) પહલિયે પાણી પાત [43]

લોકગીત સંચય

૫૧૪
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૪