પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[અટારી ઉપર લાલરંગી ઢોલિયો બિછાવીને મારૂ સૂતી છે. એને દેખીને જાણે આકાશેથી તારા ઝબૂકી ઝબૂકી એને મળવા માટે તરવરાટ કરી રહ્યા છે, ચંદ્ર પણ જાણે લોભાવ છે. નવા મો'લ ને ધણ નવી, નવી જ્વાની નેહ; ઠાકર ઘેર પધારિયા, મોતી વરસ્યા મેહ. [44] [નવા મહેલ, નવી સ્ત્રી, નવી જુવાની ને નવો સ્નેહઃ પતિ ઘેર પધાર્યા. મોતીના જાણે મેહુલા વરસ્યા !] કોરી ગાગર મદભરી, હેમ કટોરો હાથ; રાણી ભરે રાજા પીંયે, ધન આજૂરી રાત. [45] મદિરાથી ભરેલી નવ ગાગર છે, સ્ત્રીના હાથમાં સોનાનો કટોરો છે. ભરી ભરીને સ્ત્રી આપે છે ને પુરુષ પોતે પીયે છે. આજની વાત ધન્ય છે. કડવ લળકે, કોહાં ઢળે, લળકે લાલ કમાન, ઢોલા, ચડસની ઢોલીએ, મારૂ નાની મ જાણ. [46]

[પૂછે છે : મરુભોમની પુત્રીના મુખ સામે નિહાળતો નિહાળતો સોરઠ-બાળ અચંબો પામે છેઃ ને અથાગ ઊંડાં પાણી છે, છતાં તારું આવડું મોટું રૂપ ક્યાથી?] ખીજડ ઝાડ ને ભુરટ ખડ, ઊંડો નીર અથાહ; ઢોલો પૂછે મારૂને, (થારો) એવડો રૂપ કથાહ'. [47] [ઓ મારૂ ! તારી જન્મભોમમાં તો ભૂંડાં ખીજડાનાં ઝાડ છે, ભૂરાં ઘાસ છે ને અથાગ ઊંડાં પાણી છે, છતાં તારું આવડું મોટું રૂપ ક્યાંથી ?] 'મેં મથુરામાં મ્હાલતી, ગોકળરી ગલિયાંહ; કાન કુંવરથી વછુડઈ, થાક રહી થલિયાંહ, [48] મારૂ પરિહાસ કરીને ઉત્તર આપે છે: ‘હું તો ગોપી હતી. કૃષ્ણાવતારમાં હું ગોકુળ- મથુરાની ગલીઓમાં મહાલતી હતી. કૃષ્ણના હાથમાંથી વછૂટીને હું નાસતી હતી, નાસીને દૂર નીકળી ગઈ; પછી તો થાકીને આ થળની મરુભૂમિમાં રહી ગઈ.'] એ મિલન-સુખની વચ્ચે ઢોલો અને મારૂ પોતાના ખરા ઉપકારક મિત્ર ઊંટને તો છેક જ ભૂલી ગયાં. એને તો પગમાં ડામણ નાખીને બાંધી જ રાખ્યો છે. ભાનભૂલ્યાં પ્રેમીજનોને ઊંટ મેણું આપે છેઃ ' આ દોહાઓ બતાવે છે કે મારૂ જ મરુભૂમિની પુત્રી હશે અને ઢોલો ચાહે તો સોરઠનો, ચાહે કચ્છનો પણ વાસી હોય. સોરઠી ગીતકથાઓ

315

૫૧૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૫