પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાળે માથે માનવી, ભગરે માથે ઊંટ, નગુણા નરને ગુણ કિયા, (તેણે) બાંધી કરિયા ફૂટ. [49] [હું ઊંટ બિચારો ભૂરા રંગના માથાવાળો, કાળા રંગના માથાવાળાં (કૂડાં) મનુષ્યોની કૃતઘ્નતા શું સમજી શકું ! આવાં નગુણાં માણસ ઉપર મેં ઉપકાર કર્યો, તો એણે તો મારુ પગ બાંધીને મને ટૂંટિયો જ કરી મૂક્યો.] અને મારૂ ! તેં તો મને કાંટાનો ચારો નાખ્યો; પણ... કરલો કાંટા નહ ચરે, ચરે જ દૂજા ઊંટ, લલેરો લાંઘણ કરે, (જેણે) ચાખેલ ચંદણ રૂખ. [50] [હું ક્રેહેલિયા જાતનો ઊંટ: હું કાંટાનો ચારો ન ચરું. એ તો બીજા હલકા સાંઢિયા ચરે. હું તો ચંદનનાં ઝાડ ચાખનારો – ઊંચો ચારો ન મળે તો ભૂખ્યો રહું.] 516 [સોરઠી ગીતકથાઓમાં સુખી અંતવાળી આ એક જ છે. એનો અંત શૃંગાર તરફ ઢળે છે. અંદરનું કાવ્ય પણ મારવાડી ઢબના દોહાઓનું છે, સોરઠી સોરઠાઓનું નથી. કથાનું વાતાવરણ તદ્દન સોરઠી નથી. આખી જ રચના કોઈ એક જ હાથની, ને તે પણ કોઈ રાજઆશ્રિત મારવાડી ચારણની હોવા સંભવ છે. લોકસમૂહના હાર્દમાંથી પ્રગટ થયેલી આ કૃતિ નથી. – સંપાદક.]

લોકગીત સંચય

૫૧૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૬