પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નાગ 12 નાગમદે ગોહિલવાડમાં ગિરકાંઠાનું રાજુલા ગામ છે. ત્યાં ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં સવિયાણા નામનું નાનું શહેર હતું; વાળા રજપૂતોનાં ત્યાં રાજ હતાં. ગામધણીનું નામ ધમળ વાળો બોલાય છે. એને ઘે૨ નાગ વાળો નામે જુવાન દીકરો હતો. નાગનાં રૂપગુણ અને વીરત્વ વિખ્યાત હતાં. સતિયાણાથી એકાદ ગાઉ આઘે એક ડુંગરાની ધાર પડી છે. અત્યારે એ ધારને સરધાર નામે ઓળખે છે. પૂર્વે એને શ્રીધાર કહેતા. ત્યાં માલધારીઓ નેસ પાડતા. એને શ્રીધારના નેસ કહેતા. નેસવાસીઓ ઢોરને પાણી પાવા માટે સતિયાણા શહેરના મોટા તળાવ ઉપર હાંકી જતાં. એક વખત એ શ્રીધારની તળેટીમાં એકસામટા નવ નેસ પડ્યા. એક નેસ ભેડા' શાખાના આહીરનો હતો. ભેડા આહીરને ઘેર નાગમદે નામની ભરજુવાન દીકરી હતી. નાગમદે પોતાના બાપના નેસડામાં રોજ પ્રભાતે ભેંસોનાં મહીનું વલોણું ઘુમાવે, નેતરાં તાણતી તાણતી પ્રભાતિયાં ગાય, શ્રીધારથી છેટે સતિયાણાની નજીક વડલા હેઠે આવેલી વાવમાંથી પાણીનાં બેડાં ખેંચી લાવે, એ વાવના થડમાં તળાવ હતું. ત્યાં નહાવા-ધોવા જાય, અને બે-ત્રણ દિવસે માખણ ભેળું થાય તેનું ઘી ઉતારી, તાવણ ભરી વિયાણા શહેરમાં વેચી આવે. સાટે સાટે ભેંસો સારુ કપાસિયા, ઘર સારુ દાણા, ગોળ, તેલ કે મસાલા લેતી આવે. એક દિવસ એ નવ નેસની બીજી કેટલીક બાઈઓની સાથે આ આહીર-બાળ નાગમદે પણ પોતાની તાવણ વેચવા સવિયાણા શહેરમાં આવે છે અને એક વાણિયાને ઘટડે સહુ નેસડીઓ એક પછી એક પોતાની તાવણનાં તોલ કરાવે છે. કુમારિકા નાગમદેનો વારો આવે છે. વાણિયાનાં ત્રાજવાં માંહેના વાસણમાં પોતાની તાવણમાંથી ધાર કરીને પોતે ઘી રેડી રહી છે, તે જ ઘડીએ બજારે અવાજ પડ્યો કે નાગ વાળો આવે છે. પવિત્ર રજપૂત જુવાન નાગ સહુ ગામલોકોના રામરામ ઝીલતો ઝીલતો બજાર સોંસરો ઘોડે ચડીને ' લોકો એનું નામ કાનસુવો ભેડો કહે છે, એ કચ્છથી આવેલો એવું બોલાય છે. સોરઠી ગીતકથાઓ

517

૫૧૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૭