લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સવિયાણું સરધાર, નગરામાં નેહચળ' ભલું; બવળાં હાટ બજાર, રજવાડું રધિએ ભર્યું. [1] [શ્રીધારના નેસવાળું સવિયાણું શહે૨ સાચેસાચ સહુ નગરોની અંદર સારું નગર હતું, એની બજારો બહોળી હતી, એનું રાજ પણ રિદ્ધિસિદ્ધિથી ભરપૂર હતું. સવિયાણું સરધાર, બેય તરોવડ ટેવીએં, એકે વણજ વેપાર, બીજે મરમાળાં માનવી. [2] સિવિયાણું શહેર અને શ્રીધારનો નેસ, એ બંનેને એકસરખાં જ સમજો. કેમ કે એકમાં જેમ ધીકતાં વાણિજ્ય વેપાર હતાં, તેમ બીજામાં એ નાનું ગામડું છતાં, મર્માળુ રસિકડાં, હેતાળવાં (નાગમદે સરીખાં) માનવીનો વાસ હતો. એકમાં સ્થૂળ દ્રવ્ય સંપત્તિ હતી, તો બીજામાં સૌંદર્યની ને સ્નેહની સમૃદ્ધિ હતી.] જે સવિયાણે શોખ, સરધારે નહીં શોખ તે; લાડકવાયાં લોક, પથારીએ ફૂલ પાથરે. [3] [સતિયાણા શહેરમાં જે મોજ અને વિલાસ છે, તે સરધારના નૈસમાં નથી. સતિયાણાનાં રસિક લોકો તો પથારીમાં ફૂલ પાથરીને સૂવે છે.] એવું એક મર્માળ માનવી માથા પર ઘીની તાવણ લઈ એક દિવસ સવિયાણાની હાટબજારે વેચવા આવ્યું. જેનાં વીરત્વ અને રૂપશીલ સાંભળ્યાં હતાં તે નવજુવાન નાગને દીઠો. આંખો ત્યાં ચોંટી રહી એટલે વાણિયાના વાસણમાં ઘી ઠલવનારા કંકુવરણા હાથ લક્ષ્ય ચૂક્યા. વાણિયો કહે કે બાઈ, સામું ધ્યાન તો રાખ ! તારું ઘી ઢોળાય છે !' મોહ પામેલી નાગમદે જવાબ વાળે છે: ઘોળ્યાં જાવ' રે આજૂના ઉતારનાં ! ધન્ય વારો ધન્ય દિ', નીરખ્યો વાળ નાગને [4] [મારી, આજના એક દિવસની છાશમાંથી ઊતરેલું ઘી ધૂળમાં મળતું હોય તો ભલે મળે, એટલું નુકસાન શી વિસાતમાં છે ! કેમ કે આજ તો મેં નાગને નીરખ્યો. આજનો દિવસ અને આજનો મારો ઘી ઉતારવાનો વારો તો ધન્ય બન્યો.] પરનારીઓને દેખીને પવિત્ર શીલનો પુરુષ નાગ એ બાજુ પોતાના મોં આડે ઢાલ ઢાંકે છે. નાગમદે એથી નાગનું મોં જોઈ શકતી નથી; એટલે પોતે મનમાં ને મનમાં લવે છેઃ 1 નેહચળઃ નિશ્ચલ 2 તરોવડ: સરખાં ૩ ‘ઘોળ્યાં જાવ !’ (છો જાય ) એ સોરઠી પ્રયોગ અતિશય જોરદાર અને ઊર્મિવાહી છે. સોચ્છી ગીતકથાઓ

519

૫૧૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૧૯