પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રાંબાવરણું તળાવ, પદમણીયું પાણી ભરે; નજર કરોને નાગ ! ધમળ સરધારા-ધણી ! [9] એ ત્રાંબા સરીખા ઉજ્વળ ને નિર્મળ તળાવની અંદર સુંદરીઓ પાણી ભરે છે. નાગમર્દ નહાય છે. ઓ શ્રીધારના ધણી નાગ ! નજર તો કરો !J નાગડા ! નાગરવેલ્ય, થડમાંથી લૂઈ થૂંણીયે; કાંક કાંક કૂંપળ મેલ્ય, (અમે) આશા ભરિયાં આવિયાં. [10] હે નાગ ! માળી જેમ નાગરવેલ્યને થડની આસપાસ જરા ખોદીને ધરતી પોચી બનાવે છે, તેને પરિણામે વૃક્ષ સહેલાઈથી પોષણ શોષીને ફાલે છે; તે રીતે તું પણ તારી પ્રીતિરૂપી વેલડીને પોચી બનાવ ! એમાંથી સ્નેહનાં કૂંપળ ફુટાવ. સખત ને અક્કડ ન રહે, કેમ કે હું આશાભરી આવી છું.] નાગ નીસરણી નાખ, કયે ઓવારે ઊતરીએઁ ! આમાંથી ઉગાર, (તો) વરીએ વા'લા નાગનેં ! [11] [ઓ નાગ ! હું તળાવમાં નાઈ રહી છું, પણ કયે આરેથી હું બહાર નીકળું ? ડૂબી મરાય તેટલું ઊંડું આ તળાવ છે માટે તું જો અંદર નીસરણી નાખે, તો હું નીકળીને તને વરું. (આંહીં મર્મમાં, વ્યંગમાં નાગમદે સમજાવે છે કે જીવનના – માબાપ, સગાં, સંસારવ્યવહારનાં – ઊંડા નીરમાં હું ડૂબી રહી છું. તારા પ્રેમની નીસરણી વડે તું મને કિનારે ઉતાર.] નાગ નજર કર્યે, (મારા) પંડ માથે પાલવ નહીં; અછતનાં અમે, દુબળ ક્યાં જઈ દાખીએં ! [12] [હે નાગ ! નજર તો કર ! મારા દેહ ઉપર વસ્ત્રો નથી. હું આ મારી રંક દશા ક્યાં જઈને દેખાડું? – આંહીં પણ એ જ મર્માર્થ ચાલુ રહે છે.] આવ્યાં ઊભે દેશ, ગાંજુ કોઈ ગમિયલ નહીં; નાગ ! તમારે નેસ, બાંધલ મન બચળાં જી. [13] આખો પ્રદેશ જોતી જોતી હું ચાલી આવું છું. પણ બીજું કોઈ ગામ મને ગમ્યું નથી, પણ ઓ નાગ ! આંહીં તારા નેસમાં મારું મન નાનાં બચ્ચાંની જેમ મમતા વડે બંધાઈ ગયું.] । બીજો પાઠ: મનડે માળો ઘાલિયો. સોરઠી ગીતકથાઓ

521

૫૨૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૧