પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩. વિદાય બંનેના સ્નેહ-સંબંધની જાણ થયે ચેતી જઈને નાગમદેનો બાપ પોતાનો પડાવ ઉપાડી ચાલી નીકળે છે. કદાચ સવિયાણાના ગામધણી ધમળ વાળાએ પણ ધમકી આપીને ચાલ્યા જવા કહ્યું હશે. જાતાના જુવાર ! વળતાનાં વોળામણાં; વાળા ! બીજી વાર, અવાશે તો આવશે. [14] [નાગમદે મળી શકતી નથી. સંદેશો કહાવે છે: ઓ નાગ વાળા ! ચાલ્યાં જનાર પ્રિયજનના પ્રણામ સ્વીકારજે. બીજી વાર તો હવે અવાશે તો આવીશ. રાતમાં નેસ ઊપડી ગયો છે. પ્રભાતે નાગ નિત્યની પેઠે મળવા આવે છે. શું જોવે છેઃ નહીં વલોણું વાસમાં, નહીં પરભાતી રાગ; નાગમદેના નેસમાં, કાળા કળેળે કાગ. [15] પ્રિયજનના નિવાસમાં વલોણાનો ઘેરો નાદ નથી સંભળાતો. પ્રભાતિયાં ગીતોના રાગ પણ કોઈ ગાતું નથી. નાગમદેના સૂમસામ નેસડામાં કાળા કાગડા જ બોલી રહ્યા છે.] નદી કિનારે નેસ, માળીંગાં માંડ્યાં રિયાં, વા'લાં વળ્યાં વિદેશ, ચાળો લગાડી ચિત્તને. [16] [નદીકાંઠાના આ નેસ (ઝૂંપડા)માં, ભીંતડાં ને માંડછાંડ એમનાં એમ રહી ગયાં છે. એટલી બધી ઉતાવળથી, ઓચિંતાં અમારાં પ્રિયજન, દિલને માયા લગાડીને વિદેશ ચાલ્યાં ગયાં.] નાગમદેને નેસ, (મન) ખેતલ ખરણ વારે,' પરદેશી ગ્યાં પરદેશ, પોઠીડા પલાણે. [17] [એ પરદેશી તો પોઠિયા પલાણીને પરદેશ ચાલ્યાં ગયાં, પણ મારું અંતર આંહીં નાગમદેના નેસમાં લાકડાંની માફક ખૂતી રહેલું છે.] નાગમર્દને ભેંસ ભાંગલા પગ ભીંસા તણો; વા'લાં ગિયાં વિદેશ, અવધે આવાણું નહીં. [18] આ એક ભાંગેલ પગવાળો ભેંસો પાડો) આંહીં પડ્યો છે. વહાલાં વિદેશે ચાલ્યાં ગયાં છે. અવધિ નક્કી કરી હતી, તે મુજબ વેળાસર મારાથી અવાયું નહીં.] · વારે: માફક 2 લોકો કહે છે કે આ લંગડા પાડાની ડોકે નાગમદે સંદેશાનો કાગળ બાંધી ગઈ હતી, પણ દુધમાંથી એવું કશું નીકળતું નથી. 522

લોકગીત સંચય

૫૨૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૨