પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હે નાગ ! મેં મનની મોરલી બનાવી. શરીરને તારનું વાજિંત્ર બનાવ્યું. હું જોગણ બની છું: એવો મારો જોગણવેશ જોવા તું બહાર તો નીકળ.) [23] [હે નાગ ! ખભા ઉપર જંતર (બીન) ઉઠાવીને હું છત્રીશ રાગિણીઓ બજાવી રહી છે. હું વાદણનો વેશ કેવો ભવી રહી છું તે જોવા તો બહાર નીકળ !J શું તું મારાથી ફરી બેઠો છે? જાતવંત હોય તે શું બદલે કદી ? વગાડું છત્રીશ રાગ, કાંધે જંતરડું કરી; નીકળ બા'રો નાગ ! વેશ જોવા વાદણ તણો. [24] [ઓ નાગ ! વાદી પકડશે એવા ડરથી વિમુખ થઈને ચાલ્યો જનારો સાપ જો નવ ઊંચી ઓલાદના સાપ માંહેલો કોઈ હોય, તો તો વાદીની મોરલી વાગતાંની વારે જ સંગીત ઉપર આકર્ષાઈ, ફુલાઈ, ફેણ ચડાવી, પાછો વળશે; સંગીતને ખાતર જાન ખોવા પણ તૈયાર થશે. પણ મોરલી સાંભળતાં છતાંય જો એ ભાગી જાય તો સમજવું કે એ કોઈ કુલીન સાપ નહીં, પણ પાણીનો વાસી, દેડકાં જેવાં પામર જળચરો ઉપર જ જીવનારો હલકો સાપ હશે. એ જ રીતે મારી પ્રેમ-મોરલી ઉપર તું ન આકર્ષાય તો તને હું સાચો પ્રેમીજન નહીં, પણ પામર મોહસક્ત મનુષ્ય માની લઈશ.] પણ નાગ તો નથી જ જાગતો. નથી જવાબ દેતો. એ તો મુડદું સૂતું છે. અણજાણ નાગમદેનું દિલ દુભાય છેઃ · બીજા પાઠ : અથવા નવ કુળ માયલો નાગ, ફણ્ય માંડી પાછો ફરે; જાય ભાગ્યો જળસાપ, નોળી વાટે નાગડા ! [25] [ના, ના, આ ઊંચા કુળનો જાતવંત નાગ ન્હોય; મારી આજીજી પર પણ પાછો ન વળનારો આ તો પાણીનો સાપ; પાણીમાં ડૂબકી દઈને સરી ગયો. એમ મેણાં મારતાં તો પરોઢ થયું. ચંદ્ર આથમ્યોઃ 524 નવ કુળનો નૈ નાગ, મારી) વિનતિયે ય વળ્યો નહીં, સેલી નીકળ્યો સાપ, પાણીમાં પાસું દઈ. વાળા ! જોતાં વાટ, નખતરપતિ નમી ગયો; અંતર થાય ઉચાટ, નરખું ક્યાં જઈ, નાગડી ! નવકુળ માયલો નાગ, ખીખવીયોય ખસે નહીં જાય ભાગ્યો જળસાપ, ડેંડાં ઉપર ડાંખરો. સ૨પોલિયાં સાય, મોરલીએ મંડાય નહીં; જાચો કોઈ ન જાય, નોળી વાટીને નાગડા ! [26]

લોકગીત સંચય

૫૨૪
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૪