પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છે. પોતાનો પ્રેમીજન ખૂટલ નીવડે એ વેદનાની તો વાત જ શી કરવી ? એ બધી જ્વાળાઓને આ સ્ત્રી પી ગઈ. પોતાનાં શિયળ સંકોડીને બેસી ગઈ. જીવનમાં સ્વેચ્છાપૂર્વક બ્રહ્માણીનો રંડાપો' સ્વીકારી લીધો. સદાની એકલદશા સ્વીકારી. ફિરયું ફેર ઘણા, (પણ) ટાંપળિયલ' ટળિયું નહીં; મનડું મેઢ તણા બેલ વારે' બાનરા ! [1] [ઓ બાના ! મારું મન, ઘાણીના બળદની માફક ઘણાંયે ચક્કર ર્યું, પણ એની ડોકમાં નાખેલું ચોગઠું એના તકદીરમાંથી ટળ્યું નહિ. તારા પ્રેમને અનંત કૂંડાળે મારું હૃદય વેદનાનો ભાર વહેતું ફરતું જ રહ્યું.] સો સો સાદ કર્યે, સાનુમાં સમજ્યો નહીં, કૈદુકનો કાને બાનરશી બે'રો થિયો ! [2] [તને ઘણા સાદ પાડચા, તું ઇશારેય સમજ્યો નહીં. ઓ બાનરા ! તું કાને બહેરો ક્યારથી બની ગયો છે ?? ફળિયામાંથી ફકીર, ફેરી દઈ પાછો ફર્યો; (ભ) અમુંથો આહિર, બાનરશી બીજો થયો ! [3] [જેમ કોઈ ફકીર ભીખ માગવા માટે આવે અને ફ્ળીમાં આંટો દઈને પછી અજાણ્યો બની ચાલ્યો જાય, તેવી જ રીતે, તું પણ ઓ આહીર ! મારા જીવનમાં આંટો મારીને બસ નિસ્બત ત્યજી ચાલ્યો ગયો. બદલી ગયો.. બંદુકની બીકે, આંયાં લગ આવ્યો નહીં, અલબેલા આવ્યે ! બખતર પેરીને બાનરા. [4] [હે સ્વજન ! મારાં સગાંઓ આપણા સ્નેહનાં વિરોધી રહ્યાં એટલે તેઓ તને બંદૂકે મારશે એવી બીકે શું તું ન આવ્યો? સાચો સ્નેહ હોય તો, ઓ વાલા ! તું બખતર પહેરીને આવ.] પોટા પાંખ વન્યા, માળા વિણ ક્યાં મેલીએ ? બે દિ'ની વાર્તુમાં, બાનરશી બીજો થયો ! • ડોકમાં નાખેલ ચોકઠું. 2 ઘાણી. 3 માફક. 4 બીજો પાઠ 528

‘ડાડિયું દેતે, સા ! તું સાંભળ્યું નહીં.'

[5]

લોકગીત સંચય

૫૨૮
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૮