પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હે બાનરા ! મારા કીમાર-જીવનરૂપી પાંખ વિનાના પોટાને – બચ્ચાને – માળા વિના હું બીજે ક્યાં જઈ મૂકું? ને તું બે દિવસમાં જ શું બદલી ગયો, થાકી ગયો !) પરથમ હૈ ને, બોલ, પાછાં પતળીએં નહીં; કાપે કાળજ કોર (તોય) બાદલીએં નૈ, બાનરા ! [6] [એમ કેમ બદલાય ! પ્રથમ કોલ દીધા પછી કેમ છટકી શકાય ? કોઈ કલેજું કાઢી નાખે તો પણ કેમ પલટાય?] મોંઘેરા મળતે, સોંઘાં સાટવીએં નહીં; લઈએ લખ ખરચે, બે પખ સરખાં, બાનરા ! [7] મારે સારુ આટલાં સંકટો વહોરવાં પડે છે તેથી મારી પ્રીત તને મોંઘી પડે છે, ખરું ? બરાબર છે. મોંઘા ભાવની વસ્તુ જ્યાં સુધી મળી શકતી હોય, ત્યાં સુધી સોંઘી ચીજ ન ખરીદવી ઘટે. લાખ રૂપિયા ખરચીને પણ એવી જ ખરીદીએ કે જેનાં બંને પડખાં સરખાં હોય, ચાહે જેટલો ભોગ આપીને એવું પ્રિયજન સ્વીકારીએ, કે જેનાં બંને પક્ષો (મોસાળ અને પિતૃકુળ) ખાનદાન હોય. સોંઘું મળે તે તો તકલાદી જ નીવડે.] પોપટ હોય તો પઢાવિયેં, સૂડાને નોય સાન, મધદરિયે મેલી કર્યાં, બાનરા ! કેનાં બાન? [8] પોપટને પઢાવી શકાય, પણ સૂડાને શબ્દો ઝીલવાની અક્કલ નથી હોતી, તેમ સાચા પ્રેમીને તો પ્રેમપાઠ શીખવી શકાય, પણ તારા જેવા અબુધને હું શું ભણાવું ? ઓ નિર્દય બાન ! મધસાગરે રઝળાવીને તેં મને કોને સોંપી દીધી ?' ભાદર ત્રટે ભરાય, કવલી કાંડોરડા-ધણી ! નહીં તું મેળામાંય, બાનરા ! કેસું બોલીયેં? [9] ભાદર તીરે મેળો ભરાય છે હે કાંડોરડાના વાસી ! હું ત્યાં ભટકી આવી. પણ તું તો મેળામાં જડ્યો નહિ. એટલે હું બીજા કોની સાથે બોલું? હું નિરાશ થઈને પાછી ચાલી આવી.] ભોં બીજી ભાળેલ નૈ, કો' જાવું કિસે, તેં મેલ્યા તિસે બેઠાં છૈયેં, બાના ! [10] [બીજી કોઈ ભૂમિ તો દીઠી નથી. કહે, હું બીજે ક્યાં જાઉં ? તેં મને જ્યાં રઝળતી મૂકીને બેસારી છે, ત્યાં ને ત્યાં જ હું તો બેઠી છું, ઓ બાનરા !] સગા ! સાર કરે, વેલી વરતાવ તણી; તેં મેલ્યાં તિસેં બેઠાં છૈયેં બાનરા ! [11] [હે સ્વજન ! હવે તો આશરે આવેલાની વહેલી સંભાળ લે. તેં જ્યાં બેસારેલી છે ત્યાં જ બેઠી રહી છું.] સોરઠી ગીતકથાઓ

529

૫૨૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૨૯