પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારી સ્થિતિ કોઈ કાફ્લામાંથી વિખૂટ પડેલા એકાદ વહાણ જેવી થઈ પડી છે. મારાં બારેય વહાણ તો મધસાગરે ડૂબી ગયાં છે; ને મારી એકાકી જીવન-નૌકાને હવે કિનારો જડતો નથી.] જાણ્યું હત તું જીસ, મારગ તડ મેલે કરે; (તો) અવડી પ્રીત આહીર ! બાંધત નૈ અમે, બાના ! [18] [ઓ બાના ! તું મને આમ રસ્તાને કાંઠે અંતરિયાળ મૂકીને ચાલ્યો જઈશ એવું જો મેં જાણ્યું હોત, તો આવી ગાઢ પ્રીતિ હું તારી સાથે બાંધત જ શા માટે, ઓ આહીર !J બજારે બેસાય નહિ, ઘ૨માં ઘર્યું ન થાય, મન મસાણે જાય, બળવા સારુ, બાનરા ! [19] [હવે તો નથી બજારમાં તારી વાટ જોઈ બેસી શકાતું –-શરમ લાગે છે; કે નથી ઘરમાં પેસીને જીવ જંપતો. ઘર ખાવા ધાય છે. હવે તો મન સ્મશાને બળી મરવા માટે દોડી રહ્યું છે.] ગર સળગી ગઝબ થિયો, સળગ્યાં સાતે વન, લાખું બાળ્યાં લાકડાં, બથું ભરીને, બાનરા ! [20] [હે બાનરા ! આ તો જીવનની અંદર મોટી પહાડી ઝાડી સળગી ઊઠી હોય, એક સામટાં સાત જંગલમાં દાવાનળ લાગ્યો હોય, અને જાણે કે એ લાખો લાકડાંને મેં મારી બાથમાં લઈ લઈ સળગાવ્યાં હોય, એવી જ્વાળાઓ મારા અંતરમાં જલી રહી છે.] હૂતું તે હારાવિયાં, નવો ન થિયે નેહ, (આ તો) ભવોનાં ભવ શેહ, બામણ્ય રાંડી બાના ! [21] [જીવનમાં જેટલું હતું તે તો સર્વસ્વ તો હારી ગયાં. હવે નવેસર કાંઈ સ્નેહસંબંધ થઈ શકશે નહીં. એટલે મારી હાલત તો બ્રાહ્મણીના રંડાપા જેવી થઈ ગઈ. એક વાર વિધવા થયેલી બ્રાહ્મણી જેમ ફરીને પરણી શકતી નથી, તેમ મારે પણ, ઓ બાનરા, તું જીવતો છતાં સદાનો રંડાપો આવ્યો.. મારગમાં મઢી કરે મન બેસીને મુનિ થીયું, નવળી વાચ વળે, બીજા સામી, બાનરા ! સોરઠી ગીતકથાઓ [22]

531

૫૩૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૫૩૧