પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારા પ્રાણ લેશે. પણ વિના અપરાધે ઘરની સ્ત્રીને જાકારો દેનાર ધણીનો પણ મદ ઊતરશે, કે એની સ્ત્રીએ નીંદરમાં ઝંખેલો પુરુષ અન્યાય પામેલી નિર્દોષ સ્ત્રીને સારુ નિજનું સત્યાનાશ વહોરવા જેટલો સાચો વીર હતો, સુંદરીઓનાં સ્વપ્નમાં દેખાવા અધિકારી હતો. પછી તો એ કથામાં પહાડી વૈરની દિલાવરીના ભવ્ય પ્રસંગો આવે છે. ‘પીઠાત વેજલ'.) પ્રકૃતિનો કરુણ વિજ્ય ગીતકથાઓના દુહાઓ આવી વિકરાળ ઘટનાઓ, પહાડી જીવનની આવી વિલક્ષણ નીતિરીતિઓ પણ આલેખે છે. આપણી સમાજનિર્મિત કડક વિવેક-ભાવનાઓને આંચકા મારે તેવી લોડણ-ખીમરાની અને પદ્મા–માંગડાની ગીતકથાઓ છે. ભરજોબનમાં વૈરાગ્યે ગળી પડેલી ખંભાતી-પુત્રી લોડણ જાત્રાને પથે જતાં-જતાં રસ્તાની અંદર જ પ્રેમઘેલી બની ગઈ; એનાં અકાળ દેહદમન ને અસ્વાભાવિક વ્રતપૂજન એક કિશોરની પ્રીતિનો સ્પર્શ થતાં તૂટી પડ્યાં, મુક્ત પ્રેમની થોડી લહર વાતાં તો એ વૈરાગ્યે ચિમળાયેલું માનવ-ફૂલ ફોરી ઊઠ્યું! આહીર કિશોર સાથે જીવન જોડ્યું. અમંગળ શકુનો થયાં, તો અંતરમાં ઇછ્યું કે, સગો ભાઈ મરજો પણ મારા ખીમરાને ઊની આંચેય ન લાગો ! અને જાત્રાને જેમતેમ પતાવી દઈ પ્રિયતમને ભેટવા પાછી વળી. ત્યાં તો ઝૂરીઝૂરીને મરેલા પિયુનો પાવળિયો જ લલાટે લખ્યો હતો. સ્મશાનમાં રોકાઈ ગઈ. ભાઈભાંડુને અને સાથીઓને ઘરની વાટે વળાવ્યાં. પછી તો લોડણે ખીમરાની ખાંભી માથે લોહી ચડાવ્યાં. એ આખી કથામાં જાણે પ્રકૃતિવિરોધી, બાળ-વૈરાગ્યની પ્રશાન્ત ઠેકડી છે. પ્રેમનો વિજય વાયો છે. શા ખપનું આ બધું ? પરંતુ પહાડવાસીઓનો આ પ્રેમોન્માદ ને આ તલખાટ પ્રેમીજન જીવતે પછાડા ને મરતે ચિતારો સભ્યતાની ખેવના નહીં ને સામાજિક બંધનોની લગામો નહીં – એવી આ પ્રેમસૃષ્ટિમાંથી શું આપણે પ્રેમના કે લગ્નના વર્તમાન આદર્શો ઘડવા બેસશું ? ના, ના, હરગિજ નહીં. મેદાનોનાં ઘરોમાં રહેનારાં આપણે પાડશિખરોમાં કે ખીણો ખોપોમાં મકાન બાંધવા જતાં નથી, પણ જઈએ છીએ એનાં પવન-સૂક્ષનો ને એના અણદીઠ અટવી માર્ગોમાં થોડો કાળ મહાલીને ભૂમિજીવનમાં થોડું જોમ ભરી લેવા. તે જ રીતે પાડી પ્રેમસાહિત્યમાં આપણાં વિહારનો પણ રસ એ જ હેતુ છે. એનાં ઊંડાં બળો છે, ને તે આપણી ઢીલી પોચી પ્રેમભાવનાઓમાં સ્વયં સંઘરાઈ જશે. પ્લેઇન્સ’ પર (મેદાન ૫૨), પૃથ્વીની સમતલ સપાટી પર, સમાજની સો સો સારી-નરસી શૃંખલાઓમાં જકડાયેલા ' યૌવનનો પ્રેમ અનેક કથાઓમાં આલેખાયો છે, પણ કિશોરના સ્પર્શની આ કથા અપવાદરૂપ છે. એક બાજુ પ્રેમસૃષ્ટિથી સાવ અજ્ઞાત, નિષ્પાપ ભોળો કિશોર અને બીજી બાજુ પણ એવી જ અજ્ઞાત, વિરાગિણી યુવતી, એવા બેને સંઘર્ષમાં મૂકતી ખીમરો–લોડાણ'ની વાર્તા વિલક્ષણ છે. 404

લોકગીત સંચય

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ