પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જીવોને પહાડી પ્રેમ-સાહિત્ય થોડી તાજી હવાની લહેરી આપે છે, મસ્તી અને સહજતા આપે છે, રૂંધાયેલા પ્રાણદ્વારોની ચિરાડો વાટે ગુપચુપ અંદર પેસે છે. બાકી તો આ રીતે પહાડી ગોપજાતિઓના જીવનમાં આ એક ડોકિયું છે. કા ભાવો હજાર નેસવાળીઓના હૈયા ઉપર રાજ કરતા હતા, તેની આ એક તપાસ છે. એ એક મસ્ત કૌતુકનું વસ્તુ છે. એ આપણને સીધા આદર્શો ન આપી શકે, એમાંનું ઘણુંય બિહામણું ને કારમું લાગે, કેમ કે આખરે તો એ પાડની પેદાશ છે. પણ ‘નોમૅડિક લાઇફ', રઝળુ પહાડી જાતિઓનું જીવન, જેમ પેલા પશ્ચિમ દેશના અનેક ચિત્રકારો-કલાકારોને અવનવી રેખાઓનું ભાન કરાવી રહેલ છે, તેમ આપણને કલાપ્રેમીઓને આ સાહિત્ય પણ કેટલીક બળવાન રેખાઓ પૂરી પાડી રહેલ છે. એની અગોચર અસર ત્યારના જીવન- ઉકળાટમાં જુવાન જીવનમાં ચાલી રહેલી બાણક્રિયામાં, મસ્ત પ્રેમની થોડીક મુક્ત લહરીઓ લહેરાવવા જેટલી અવશ્ય થવાની. માટે તારવીતારવીને એમાંથી નોખનોખા સારસિદ્ધાંતો કે તારતમ્યો કાઢવા બેસવાની જરૂર નથી. એનું તો ચિત્રદર્શન જ બસ થશે. પ્રેમ-વાણીનાં રૂપકો ‘તમે પાણીને અમે પાળ્ય': આપણે એકબીજાને આઠે પહોર અળાતાંઃ પ્રીતની એવી સદાની ટાઢાળ્યઃ તમે સાપ ને અમે ગારુડીઃ તમારા વત૨માં અમારે મનડે માળો ઘાલ્યો સાચી પ્રીતિના ઘોડલા ખાડે ને ખાબોચિયે ન પીએ, એને તો ગંભીર પ્રેમના ઊંડા ધરા જોઈએ. અરે, દુશ્મનો કૂઠું બોલે એ શીદ સાંભળીએ? વજનવાળાં માનવી જ ભાર ઝીલે છે. હળવાં જ લોકાપવાદની વાવાઝડીમાં હલી જાય છે અને જ્યાં સુધી મોંઘાં પ્રેમપાત્રો મળે ત્યાં સુધી સોંઘા શીદ સાટવીએ ? લાખ ખરચીને – ચાહે તો ભોગ આપીને – પણ બે પડખાં (પિતૃકુળ અને માતૃકુળ) જેનાં સરખાં હોય તેને જ લઈએ ના? ને શું બસ, બે દિ'ની વાર્તુમાં જ તું બીજો થયો – બદલી ગયો? તું બદલ્યો, પણ અમે ? અમે તો બેસારી મૂક્યા છે, ત્યાં જ બેઠા છીએ. અમારાથી આંબેથી ઊઠીને બાવળ પર બેસાય નહીં, ચંદનવૃક્ષથી ચૂકેલ પંખીને વનમાં ક્યાંયે વિસામો નો'ય. હવે અમારે જીવતરમાં સાંધા શા કરવા ? હીરાગળ તો તાણો લઈને તૂની શકાય, પણ કાળજું ફાટ્યું હોય તેને સાંધો ક્યાંથી મળે? મોટી આગ લાગી હોત તો તેને આડા ફરીને ઓલવત, પણ આ હૈયાનો ડુંગર હડેડ્યો ! અમારી તો હવે ‘બામણ્ય રાંડી’ એ દશાઃ અખંડ એકલજીવન તું જીવતે જ અમારો અનંત રંડાપોઃ ફિકર નહિ, અમે એ પાળશું. ભગવા પહેરીને દુનિયાને શીદ દેખાડીએ ? આત્મા અમારો સંન્યાસી થઈ ચૂક્યો છે. માટે હવે તો તારા નામનું તાવીજ – માદળડી – મઢાવીને હાથે બાંધીશઃ એથીયે અધિક આખી ગીરમાંથી લીલા રંગનો ઉત્તમ બિયો બોળાવીને મારા હૈયા વચાળે તારી આકૃતિના ત્રાજવડાં ત્રોફાવીશ.' પ્રીતિના કોમળ ભાવો, આવાં લોકગમ્ય સરલ રૂપકોમાં દુહાઓએ સંઘરેલા છે અને એમાં પહાડી કવિતાનો સંસ્કાર મહેકે છે. એ કવિતા અભણોને પણ અંતરે ઊતરી જાય સોરઠી ગીતકથાઓ

405

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ