પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છે. કેમ કે એનાં રૂપક ઉપમાઓ વગેરે બધાં જીવનની રોજિંદી દુનિયામાંથી જ ઘડેલા છે. બીજું ટાયલું પણ હશે. બધા દુહા કંઈ ચોટદાર હોઈ શકે જ નહિ, પણ એકંદર દુહાસાહિત્યનો ઝોક વનવાસી જીવતરના મર્મોને લક્ષ્યવેધી વાક્યોથી આંટવાનો છે. આશય : આભાર પણ અહીં તો મેં આ કથાઓનું, દુહાઓનું હાર્દ ઓળખવાનો પ્રયત્ન કરેલો છે, આ સાહિત્યની શાસ્ત્રીય સમાલોચના ને કડક તુલના તો બીજું ઘણુંય માગી લે છે. ગીતકથાઓનું ઘડતર, દુહાઓની ગોઠવણી, દુહાઓને બંધબેસતા કરવામાં આપણે લેવી જોઈતી સંભાળ, ખુદ દુહાઓના માપમેળ વિશેની સ્પષ્ટ સમજ – વગેરે ઘણા ઘણા મુદ્દાઓ છણતો પ્રવેશક હું લખી રહેલ છું, તે બીજા ઝૂમખામાં રજૂ કરીશ. આ ગીતકથાઓ લખવામાં મેં કડકપણે મારું સંપાદક તરીકેનું જ પદ સાચવેલ છે. ‘રસધાર’ વગેરે આગલાં પુસ્તકોમાં વર્તાના વસ્તુનો મેં જે નાની નવલિકાની માફક ખિલાવ કર્યો છે, આખા પ્લૉટનું જે ઘડતર ઘટ્યું છે, તે લેખનકલા આંહીં નથી વાપરી. દરેક કથાના પ્રારંભમાં મેં એક લાંબી પીઠિકા મૂકી છે. આ પીઠિકામાં તે કથા તે તે લોકોમાં કેવી રીતે પ્રચલિત છે, તે બતાવતું બયાન આપ્યું છે. પછી મેં દુહા, દુહાના અર્થો, દુહા માંહેના શબ્દો વિશેની સમજાવટ કરતાં ટિપ્પણ વગેરે આપ્યાં છે; અને દરેક દુહો કથાના કયા ભાગ સાથે સંકળાયેલો છે તે સમજી લઈને જુદાં જુદાં ઝૂમખાં પાડ્યાં છે. આમ કરવામાં મારો હેતુ જેમ બને તેમ મારી જાતને છેટી રાખી, દુહાઓને આવર્યા વિના દુહાઓની ને વાંચનારની વચ્ચે ગાઢ સમાગમ ઊભો કરવાનો છે, કેમ કે આ સંગ્રહ મુખ્યત્વે કાવ્યરસિકો માટે તથા અભ્યાસીઓ માટે જ કર્યો છે. હું વચ્ચેથી ખસી જાઉં, તો જ વાચકો દુહાઓની કવિતાના અને દુહામાં ભરેલી લોકભાવનાઓનાં સાચાં મૂલ મૂલવી શકે. અભ્યાસીઓ મારી કલમની સૃષ્ટિને નહીં, પણ જૂની લોકસાહિત્યની પૂંજીને પિછાને તેવો મારો આશય છે. એ આશયને પૂરી સફળતા મળે, દુહા-સાહિત્યને બને તેટલો ન્યાય મળે, તે સારું મેં દુહાના અનેક પાઠો સંઘરીસંઘરીને પછી તેમનાં સાચા ચોસલાં ગોઠવી, બન્યો હતો તેટલો શુદ્ધ પાઠ (ટેક્સ્ટ’) ૨જૂ કર્યો છે. ને આ સંગ્રહને હું પરિપૂર્ણ બનાવવા માગું છું. દુહાઓમાં ગૂંથેલી એક એક વાર્તાને, મારી પોતાની કૃતિઓમાં અગાઉ આવી ગયેલી હોય તેને તેમ જ બહાર રહી ગયેલી બીજી બધી ભવિષ્યનાં ઝૂમખામાં સંઘરી લઈશ. આ-ની આ જ ઢબે રજૂ કરીશ. એટલે કે મારે એનું કડક સંપાદનકાર્ય કરવાનું છે. લંબાણ થયા વિના દુાઓ સંઘરાઈ જશે. કથાઓના કલેવર ચોક્કસ થઈ જશે. એટલે પછી ગીતોનાં સંગ્રહ પરત્વે જેમ કોઈને કશી તપાસ કરવી હોય તો તે “રઢિયાળી રાત’નાં ને ‘ચૂંદડી’નાં પુસ્તકો ફેંદી શકે છે, તેમ દુહાઓવાળી ગીતકથાઓ પૈકી કશું જોવું–સમજવું હોય તેને આ સંગ્રહો માર્ગદર્શક થઈ શકે. 406

લોકગીત સંચય

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ