પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પહાડોની ગોદમાં [પ્રવેશક] સંગ્રામો સમશેરોના નહીં – “ત્રણ દિવસ સુધી ?’’ “ભાઈને ગળે હાથઃ ત્રણ દિને ત્રણ રાતના અખંડ ઉજાગરા અમે ખેંચેલા છે. સેંકડો લોકોએ પાંપણોને પોરો નથી આપ્યો. ગિરનારની શિવરાતનો તો મૂળ મેળો જ ગાંડોતૂર, તેમાં વધુ ગાંડાં કરી મૂકનાર તો એ બે જણાંઃ એક કોર આપણા બગસરા ગામનો લુકમાનભાઈ વોરો અને બીજી કોર બરડાના બખરલા ગામની અડીખમ મેરાણી ! મેળાને પહેલે જ દિવસે ઊઘડતા પ્રભાતથી એ બે જણાંને સામસામા કવિતાના સંગ્રામ મંડાય, બેઉને વીંટળાઈ વળીને સેંકડો સોરઠવાસીઓ સામસામાં જાણે ગઢકિલ્લાના મોરચા માંડ્યા હોય તેવાં ગોઠવાઈ જાય. એમાં જુવાનો જ નહીં, બૂઢિયાઓના પણ થોકેથોક જોઈ લ્યો. સોય પડે તોય સંભળાય એવાં એકધ્યાન, વેણેવેણને ઝીલીઝીલી રસના ઘૂંટડા પીતાં એ માનનિયુંના મેળા; અને એની વચ્ચે આ વોરો ને આ મેરાણી ત્રણ-ત્રણ દિવસ લગી સામસામા દુહા-સોરઠા લલકારે. દેહને પીતળિયા ચાપડી જડેલી ડાંગોને ટેકણે ટેકવ્યા હોય એક કાનમાં ડાબા હાથની આંગળી દીધી હોય, જમણા હાથમાં ઊનનાં ફૂમકાં ઝુલાવતી અક્કેક છડી લીધી હોય અને જેમ જેમ દુહો બોલાતો જાય, તેમ તેમ મનખ્યાના માથા ઉપર એ ફૂમતાં ફેરવતાં ફેરવતાં આ બેઉ દુહાગીરો ડિયું ઝુલાવી રહ્યાં હોય. “ઓહોહો ભાઈ! એ તો કવિતાના સંગ્રામ, પણ સમશેરોના સંગ્રામ કરતાંયે વધુ કાતિલ. સામસામા ઝટકા મારતાં હોય, કલેજાના કટકા કરી નાખતાં હોય, એમ એ બે જણાં એકએકથી ચડિયાતા દુા વીણીવીણીને છાતીમાં ચોડવા મંડે. સોનહલામણના, મે–ઊજળીના, ઢોલા–મારુના, ઓઢા-હોથળના, વિજાણંદ–શેણીના, આઈ નાગઈના, માંગડા ભૂતના, ઓહોહો! અખૂટ ભંડાર. વીણી વીણીને કાઢે. સાંભળનારની છાતિયુંમાં મીઠી બરછિયું ચોડે. પણ કોણ જીતે ? કોણ હારે ? બેય જણાં વટના કટકા, બેયને હજારું દુહા હૈયે નોંધેલા. અખંડ દિ’ ને અખંડ રાત એ ધારાઓ રેલે.” ઊંઘે નહીં?’’ સોરઠી ગીતકથાઓ

391

સોરઠી ગીતકથાઓ