પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સોન - હલામણ 

મેર જાતિના સોહામણા ધામ બરડામાં મોરાણું નામે ગામ છે. જૂના કાળમાં મૂળુ રાહિયો નામે ગામધણી રાજપૂત રહેતો. એને ઘેર 'ઢળકતી ઢેલ્ય' જેવી, “લચી પડતા કોળેલ આંબા' જેવી, 'પ્રથમ રંગ પકડતી આંબા-શાખા' સરખી, સોનલદે નામે દીકરી હતી. સોનને જ્યારે જોબન બેઠું, ત્યારે પરણવાનો સવાલ ઊઠયો. પણ સોન તો ચતુરસુજાન, પ્રવીણ, રસિકા હતી. એ તો કવિતા રચતી. એણે વ્રત લીધું કે પરણવું તો પોતાનો ખરો જોડીદાર મેળવીને પરણવું; નહીં તો કુંવારા જન્મારો કાઢવો. એણે સમસ્યાઓ રચી. દેશમાં જે જે ચતુર પુરુષો હતા તેના પર બારોટ સાથે મોકલી. સમસ્યાની પૂર્તિ કરે તે નરને જ કંઠે વરમાળ. રોપવી હતી. સમસ્યાઓ કાબમાં રચાયેલી હતી.

ભમી ભમીને બારોટ આભપરા ડુંગરાની ખીણમાં જેઠવા રાજાઓના ઘૂમલી નગર પર ગયો, ત્યાંના જેઠવારાજ શિયાજીની પાસે સમસ્યા ધરી. સોનના સૌંદર્યનો ભોગી થવા શિયાજીનું દિલ તરફડતું હતું, પણ પોતે બુદ્ધિનો ગમાર હતો. એનામાં સમસ્યાઓ પૂરવાની શક્તિ નહોતી. એણે ફૂડ વાપર્યું. પોતાને હલામણ નામનો જુવાન ભત્રીજો હતો. હલામણ ભવિષ્યનો ગાદીવારસ હતો. રસનો, ગુણનો, રૂપનો ને ચાતુરીનો ભંડાર હતો; પણ કાકાને પિતાને સ્થાને સમજનાર આજ્ઞાંકિત યુવક હતો. સોને મોકલેલી સમસ્યાની પૂર્તિ એણે કરી આપી. કાકાએ પોતાને નામે સોન પર બીડી.

પોતાનો જોડીદાર મળ્યો જાણીને આશાભરી સોનલ ઘૂમલી નગર આવી, પાદરમાં પડાવ નાખ્યો. વધુ પારખું કરવા સારુ એક પછી એક ઘણી સમસ્યાઓ મોકલી, તે તમામના સાચા જવાબો શિયાજી તરફથી મળી ગયા. લગ્નને વાર ન રહી. પણ ઓચિંતાનો બધો ભેદ ફૂઠી. ગયો. જળાશયને કાંઠે સોનની દાસીની હલામણની બાનીએ મેણું મારીને ભેદ ફૂંકી દીધો કે 'હલામણ દુહા પારખે, સોન શિયાને જાય : માટે બાઈ ! તમારી બાંધી મૂઠી જ રાખો એ ઠીક છે, ઉઘાડશો તો વાસર ખાશો !'

સોનને તો. આ વાત સાચજૂઠનો તાગ લેવો હતો. એણે સીધેસીધા હલામણને જ નવી સમસ્યાઓ મોકલી. સાચા ઉત્તરો મળ્યા. બંનેને પ્રીત બંધાઈ. સુખને સોણલે સોન