પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગૂલવા લાગી.

શિયોજી સમજ્યો કે આ ભવાડો કરનાર ભત્રીજો જ છે. રાજસત્તાથી એને દેશવટો ફરમાવ્યો. આજ્ઞાપાલક જુવાન ચાલી નીકળ્યો. છેક સિંધમાં ઊતર્યો. ફઈને ઘેર રહ્યો. અતર તો સોનને જ અર્પશ્ કરી ચૂક્યો હતો, એટલે બીજે ક્યાંય, કોઈના રૂપમાં ન પાવા સોનવિજોગે સુખની સેજમાં નહીં પણ સાથરે સૂતો. ન

સોને ઘૂમલીરાજને ફિટકાર દીધો. એના લગ્ન-કહેણને, ને એના સૂંડીભર્યા શણગારને ઠોકર મારી એ તો વહાલા હલામણની શોધે નીકળી, છેક સિંધ પહોંચી. હલામણને અખાત્રીજને મેળે હાબા ડુંગરે ગયો સાંભળી, ભટકતી ભટકતી, એ ઝૂરતી વિજોગણ હે ડુંગરે પહોંચી. પરંતુ એ એ પહોંચે તે પહેલાં તો કોડીલો હલામણ હાબાના મેળામાં ઊગે હીંચકે હીંચકતાં પડીને મૃત્યુ પામ્યો હતો. સોન પણ એ સાચા પિયુનું શિર ખોળામાં

લઈ ત્યાં બળી મરી.


1. ચોનનું સૌંદર્ય

કોળ્યો આંબો ઢળ પડે, નીચી નમતી ડાળ,
પાકલ કેરી રંગ લ્યે, (એવી) સોનલ સુંદર નાર.

સોન કેવી સુંદર હતી ? કૉળીને ઢળતા આંબા જેવી, લચીને નીચી નમતી આંબાડાળીઓ જેવી, નવા રંગ ધારણ કરતી પાકેલ કેરી જેવી.] પગમાં ઠણકે કાંબીયું, હૈયે હલકે હાર, ગાળેલ હેમની ગુજરી, (એવી) સોનલ સુંદર નાર. [શ [એના પગમાં કાંબીઓ (એ નામનાં નૂપુર) ઝણકે છે. ગળામાં હાર ઝૂલે છે. હાથમાં ગાળીને શુદ્ધ કરેલા સુવર્ણની ગુજરી (હાથનું કંકણ) પહેરી છે : તેવી સુંદર સ્ત્રી સોન છે.] કાઠિયાણી' કેડ પાતળી, હલકતી માથે હેલ્ય, બરડાહંદી બજારમાં ઢળકતી જાણું હેલ્ય. [3] પાતળી કમ્મરવાળી એ કાઠ્યાણીના માથા પર પાણીનું બેડું ડોલતું આવે છે, જાણે બરડાની બજારમાં ઢળકતી ઢેલ્ય ચાલી આવે છે. એવી એ સોન.]

' આંહીં કાઠિયાણી એટલે કાઠીની કન્યા નહીં, પણ કાઠિયાવાડની સ્ત્રી સમજવું જોઈએ. કેટલાક દોહાઓમાં સોનને 'રઢિયાણી' કહી છે. સોન જાતે રજપૂતાણી હોવી જોઈએ. જ. કા. પાઠક એને બાળભાના ઠાકોર રાધસિંહની દીકરી કહે છે. પરંતુ બીજા એક-બે દોહામાં એનું વતન બરડા પ્રદેશનું મોરાણું ગામ જણાવેલું છે અને એનો પિતા મૂળુ રાઢ્યો નામે હોવાનું કહેવાય છે.