પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

2. સમસ્યાઓ અને તેની પૂર્તિ

પોતે વ્રત લીધું છે કે નીચેની સમસ્યાની પાદપૂર્તિ કરનાર ચતુર-સુજાણ કાબવિદ્ને જ વરવું. એ સમસ્યાને દુહાના એક ચરણમાં પોતે જ રચીને તૈયાર કરીઃ

ધણ વણ ઘડિયાં, એરણ આભડિયાં' નહિ.

[હથોડા વગર ઘડેલા અને એરણને તો અડક્યા પણ ન હોય તેવા અલંકાર કયા ?]

આ અરધો દુહો પૂરો કરવા માટે આપીને સોને પોતાના બારોટને ઘૂમલી નગરના જેઠવા રાણા પાસે મોકલ્યો :

બારોટ જા બરડે, (જ્યાં) વસે જેઠીરાણ, અધૂરાં પૂરાં કરે, વેણુ* ધણી વખાણ. દ] વવિણુ નદીનો એ સવામી તારી અધૂરી સમસ્યા પૂરી કરશે.] બારોટ બરડા પહાડ પર આવેલા ઘૂમલી નગરમાં પહોંચ. રાજા શિયાજી જેઠવા સમક્ષ સમસ્યા ધરી. શિયાજીએ થોડે દિવસે આ પ્રમાણે પાદપૂર્તિ બારોટના હાથમાં ધરી : ઘણ વણ ઘડિયાં, એરણ આભડિયાં નહિ, સરવડ સ્વાંત તણે, મળે તો મોતી નીપજે. 8] [ઘણ વિના ઘડાય છે અને એરણને અડક્યા વિના તૈયાર થાય છે, તે સ્વાતિ નક્ષત્રનાં સરવડાં (વૃષ્ટિ) થકી જ નીપજનારાં, સમુદ્રની છીપોનાં મોતી.] માતા મેરામણ વસે, પિતા વસે કૈલાસ, જોવે તો જૂનાં મોકલું, નવાં તો આસો માસ. [2 [હે સોન સુંદરી ! તું આ મોતી મંગાવે છે, પરંતુ એની માતા (છીપ) તો સમુદ્રમાં વસે છે. ને એનો પિતા (મેઘ) વસે છે કૈલાસ શિખર પર. એ બંનેનું મિલન તો છેક આસો માસમાં સ્વાતિ નક્ષત્રે થાય ત્યારે જ નવાં મોતી નીપજે. માટે અત્યારે જો જોઈતાં હોય તો તને જૂનાં મોકલું.] આ પાદપૂર્તિ બારોટે સોનને પહોંચાડી. સોનનું વ્રત ફળ્યું. પોતાની સમસ્યા ઉકેલનાર એ રાજા શિયાજીને પરણવા સોન ચાલી નીકળી.

1 કેટલાક ભાઈઓ 'અડિયાં' શબ્દ મૂકે છે તે બરાબર નથી, 'આભડિયાં' શબ્દ કાવ્યની દષ્ટિએ સૂચક ને લાક્ષણિક છે.

૨ વતેણુ' નામે આભપરા ડુંગરનો એક વિભાગ છે, તેમ જ વેણુ નામની નદી પણ ત્યાં જ છે.