પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમસ્યા 3

ચારપગો ને ચોસલો, નરને નામે નામ, અમે મગાવું જેઠવા ! હોય તમારે કામ. [10]

[હે જેઠવા ! ચાર પગવાળો, ચોરસ આકારનો, પુરૂષવાચક નામવાળો - તે પદાર્થનું તમારે (લગ્નમાં) કામ પડશે. એ હું મંગાવું છું.] જવાબ આવ્યોઃ બાજઠ

સમસ્યા 4

પાંખાળો પરવત વસે, ગરમાં જેનાં ગામ, વર પહેલો તોરણ ચડે, કારીગરનાં કામ. [1] [પાંખવાળો છે, પર્વતમાં વસે છે. ગિરમાં એનું ગામ છે. લગ્નમાં હંમેશાં એ વરના પહેલાં તોરણે ચડે છે એ કોણ ? એની તમારે જરૂર પડશે.] શિયાજીએ જવાબ મોકલ્યો : મોડ (મોર). (મોડ હંમેશાં પરણતાં સ્ત્રી-પુરુષને મસ્તકે પહેરાવાય છે. એ ડુંગરાઉ વાંસની કાતળીઓનો બને છે.)

સમસ્યા 5

વણપંખો ઘણઉડણો, અણચણિયાં જ ચણન્ત, નજીવો સજીવાને હણે, ગણ બાંધ્યો જ રમન્ત. [12]

[પાંખ વિનાનો છતાં ઘણું ઊડનારો કોઈએ ચલેજ્ઞાં નહીં એવા ભક્ષને ચણનારો :પોતે નિર્જીવ છતાં સજીવોને હણનારોઃ ગુણ (દોરી)માં બાંધી રાખવાથી રમે છે એ કોણ ?] જવાબ આવ્યોઃ તીર

સમસ્યા 6 માથાહીણો મરગલો, શીંગડીયું' બે-ચાર, હેડમાં ઘાલ્યો હડહડે, નત્ય નવરાવે નાર. [13]

[માથા વિનાનો એક મૃગ છતાં જેને બે-ચાર શીંગડીઓ છે. કેદમાં નાખ્યા છતાં જે કોલાહલ કરે છે, જેને સ્ત્રીઓ નિત્ય નવરાવે છેઃ એ કોણ છે ?] જવાબ આવ્યો : છાશ વલોવવાનો રવાયો

1 રવાયાને શીંગડીઓ કઈ? નેતરાં ઝાલવાનાં જે નાનાં લાકડ હોય છે તે. સોરઠી ગીતકથાઓ 415