પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એવાં મેણાં બાઈ ! મુંને બાની દીયે, ને બાંધી મૂઠી લાખ જ લીવે. 125] [હે બાઈ ! તમારી ઇજ્જત મૂ્ઠીમાં ઢાંકેલી છે, ત્યાં , જ્યાં સુધી જ એને લાખ રૂપિયાની સમજજો. જો એ સાચી વાતનો ભેદ ઊઘડી જશે તો પવન રિવાય બીજું કંઈ નહીં રહે. તમે કોડીની કિંમતનાં થઈ જશો, કેમ કે તમારા પ્રત્વેક દુહાની સમસ્યા પારખનાર ગમાર શિયોજી નથી, પણ એનો ભત્રીજો હલામણ છે. છતાં સોન તો શિયાને પરણવા બેઠી છે. બેટાની (ભત્રીજાની) બાયડીને બાપ (કાકો) ઉઠાવી જશે.]

આવું સત્ય સાંભળીને દાસી ઝંખવાણી ૫ડી સોન પાસે આવી. સોન પૂછે છે કે, હે દાસી ! આટલી નિસ્તેજ કાં બની ગઈ !' દાસી જવાબ આપે છેઃ 'બાઈ અમને બાની વઢી, નદીએ ભરતાં નીર, એક વચનને કારણે શોષાણાં શરીર. શોષાણાં શરીર તે ઘડો ફૂટી ગયો ડોલરિયા હલામણ દેશવટે ગયો. (હવે) મગાવો હીરને વેચાવો ચીર, બાઈ અમને બાની વહી, નદીએ. ભરતાં નીર. [27 સોને આખી હકીકતનો મર્મ જાણ્યો. ખબર પડી કે પોતાની પ્રત્યેક સમસ્યાના ઉકેલ મોકલનાર શિયોજી તો એ અર્થો પોતાના ભત્રીજા હલામણ પાસેથી જ કરાવતો. આવાં છલ કરીને મૂઢ શિયોજી એને પરણવા લોલુપ હતો. સોને તુર્ત પોતાના સાચા વર હલામણને સમસ્યાયુક્ત લગ્નપ્રસતાવ પાઠવ્યો : હે હલામણ ! અમને આ ચીજ મોકલો ! ઘર પર ભરિયલ ધ્રો, ગગનાસર બાંધલ ગળે, પવને નવ પેખેલ, માછલ જળ માણેલ નહે. [28] [સપાટી (ધરતી) ઉપર ધ્રો નામનું ઘાસ ઊગેલ છે, ગળામાં (અંદરના ભાગનાં) ગગન- સરોવર છે, જેને પવન સુધ્ધાંએ દીઠેલ નથી, જેનું પાણી માછલાંએ પણ માણ્યું નથી. એવું વિચિત્ર સરોવર અમને મોકલી આપો !] જવાબમાં હલામણે “શ્રીફળ' મોકલ્યું. સાચી સમસ્યા ઉકેલાઈ. લગ્ન મોકલ્યાં. હલામણ પરણવા માટે સોનાની ડેલી પર હાજર થયો, પરંતુ આવનાર પુરૂષ અગાઉ બન્યું તે માફક બનાવટી તો રખે ને હોય ! એટલે ખાતરી કરવા માટે સોને પુનઃ કસોટી માંડી. સમસ્યા મોકલીઃ

' આ દોઢિયો અથવા છકડિયો દોહો કહેવાય છે. એમાં છ પંક્તિઓ આવી અને છેલ્લે પહેલી પંક્તિની 'દોઢ્ય' વળી.

સોરઠી ગીતકથાઓ પાં