પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

1. લંક લપેટણ સીતહર, નહિ લંકાપત રાવ, જે કારણ કૌરવ હણ્યા, (તે) મોકલ, મારા રાવ !

ં પ રી 129] [જે લંક-લપેટણ છે (1. લંકાને રક્ષનાર. 2. કમર પર વીંટવામાં કામ આવનાર

છે (સીતાનું અથવા ઠંડીનું હરણ કરનાર) જેને કારણે (એટલે કે દ્રૌપદીના ખેંચાવેલા ચમ આખું કૌરવસૈન્ય હણાયું, તે ચીજ મને મોકલો, હે રાજા !] પેશ) ઉત્તરમાં હલામણે રેશમી ચીર' મોકત્યું. 2. ગજમંડળ હસતીચઢણ, વેશ્યાવલ્લો જેહ, અબળા કેરું આભરણ, આણી આપો એહ. [30

[જે હાથીનો શણગાર છે, જે હાથી પર ચડે છે, જે વેશ્યાને વહાલો છે નેજે સ્ત્રીજાતિન શોભાચિહૂન છે. તે મોકલો !] હ ઉત્તરમાં હલામણે સિંદૂર મોકલ્યું. 3. આભ થકી વે ઊજળો, ચંદાવલ્લો જેહ; વામા કેરો વાલીડો, આણી આપો એહ ! [31] [આકાશથી પણ જે ઉજ્જ્વલ છે, ચંદ્રને જે પ્રિય છે, સ્ત્રીનો જે માનીતો છે, તે મોકલો, જવાબમાં હલામણે અરીસો મોકલ્યો. 4. અણિયાળાં ભમ્મરમુખાં, નારીવલ્લાં જેહ; વરતી લ્યો ગજકરણના ! આણી આપો એહ ! [32] [જે અણીદાર છે, ભમરમુખાં છે, સ્ત્રીઓને વહાલાં છે, તેને સમજી જઈને હે ગજકરણ જેઠવાના પુત્ર ! અમને લાવી આપો !] ઉત્તરમાં હલામણે નાગરવેલનાં પાંદ મોકલ્યાં. સોનને ખાતરી થઈ ગઈ કે સાચો વ્રત પૂરાં કરનાર તો હલામણ જ છે. એટલે સોને હલામણને કહાવ્યું કે, 'હાલો હલામણ દેશમાં, સોની બેસારું ચાર, મોરાણેઃ નાખું માંડવો, જુગતે જમીએ કંસાર. જુગતે જમીએં કંસાર તે લગાર ચાખીએ ! પંડ પીઠીઆળું કરી, ગળામાં વરમાળું નાખીએ ! મારે માથે બરડાનો રાજા, હું થઈ છું નિયાલ, હાલો હલામણ આપણા દેશમાં ! સોની બેસારું ચાર. [33]

કૂક... 'આ દોઢ્યો બરાબર માપ વિનાનો અને વિકૃત છે.

  • સોન મોરાણા ગામની રહીશ હતી.

420 લોકગીત સંચય