પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

‘‘અરે, ઊંઘવાની તે વાત હોય ? ત્રણ દિ’ ઊંઘ તે કિયા અભાગિયાને આવે ? મલ્લા ને મેરાણી તો ખાવાનુંયે ન ખાય; બેસેય નહીં; ઊભાં ને ઊભાં, પોતપોતાનો પોરો આવે ત્યારે ટોયલી ટોયલી કઢેલું દૂધ પી લ્યે. બાકી તો ડાંગનું ટેણ એ જ એમનો તકિયો. એ જ એમની પથારી, ને એ જ એમનો વિશ્રામ. બીજાં લોકો બેસીબેસીને થાકે એટલે લાંબા થઈ પડ્યાં પડ્યાં સાંભળે, કોઈ ઝોડ જેવાં વળી ઝોલાં ખાય, તે સિવાય લાટેલાટ માનવી એ મલ્લાને અને મેરાણીને, અક્કેક દુહો પૂરો થયે શાબાશીથી પડકારતાં રસના ઘૂંટડા પીએ. શો દુહો ! શી દુહાની મર્યવાણી !' દુહો દસમો વેદ, સમજે તેને સાથે; વિયાતલની વેણ્ય, વાંઝણી શું જાણે ? ‘દુહા ખૂટે, પછી આપ જોડિયા દુહા ને છકડિયા નીકળે. મલ્લા ને મેરાણી બેઉને એવી તો ગર બેસી ગયેલી કે આપોઆપ મોંમાંથી કાવ્ય રચાતાં આવે છે. એમ ત્રણ રાત ને ત્રણ દિવસ પહોંચે, ને પછી કોઈ વાર લુકમાન હારે, કોઈ વાર મેરાણી હારે મેરાણી પણ જવાંમર્દ હતી. દુહા ગાવામાં તો જાણે જૂના કાળની દુવાગીર બાઈ ચૂડ વિજોગણનો અવતાર હતી.’’ મોતીનો વાંસ મારા જ ગામના વાસી મલ્લા લુકમાનની આ વાત છેઃ અનેક મેરાણીઓને પણ મેં મેર-ભૂમિ બરડામાં ફરીફરી, જેવાં ઊજળાં એમનાં ઘરઆંગણાં તેને જ ઊજળે લાવણ્ય નીતરતી દીઠી છે. શિવરાતનો મહામેળો નથી માણ્યો, પણ ગિરનાર મારા ગામની સીમમાંથી નિત્ય દેખાય છે. મેં મારી બાળ-કલ્પનામાં એની તળેટીઓ મલ્લા લુકમાનના ગળા થકી ગુંજતી સાંભળી છે. એકાદ પચ્ચીશી ઉપર વરસોવરસ ત્યાં આ મલ્લા અને આ મેરાણીનું મસ્ત જોડલું સોરઠની કસહીણી – ને તેથી રસહીણી – બનતી જતી માનવ-મેદનીને સોરઠી દુહ્યકાવ્યના નિચોડ પાતું – ત્રણ-ત્રણ દિવસ ને ત્રણ-ત્રણ રાત સુધી ઘોળી ઘોળી પાતું એ વાત મેં વારે વારે સાંભળી છે. સમજણો નહોતો થયો ત્યારથી સાંભળતો આવ્યો છું. તે બાળદિનોમાં કૌતુક હતું, પણ આજે અનુભવ થયે, દુહાના મર્મ સમજવાની સાન પામ્યું, અંતરનાં દર્દની ઓળખ આવ્યે પારખી શકાયું છે કે 392 દુો દસમો વેદ, સમજે તેને સાલે; વિયાતલની વેશ્ય, વાંઝણી શું જાણે ? દુહારૂપ સમશેરોના સંગ્રામોથી તો સૌરાષ્ટ્રનો કયો મેળો મુક્ત હશે ? પાલિતાણાના શત્રુંજ્ય પહાડ ઉપર મોતીશાની ટૂકે અથવા બીજે કોઈ ઠેકાણે ચૈત્રી પૂનમના કે ગોકળ આઠમના મેળામાં આખી ગોહિલવાડ ઊતરતી; એમાં ભાવનગરની એક દુહાગીર મંડળી. બીજી ચોકની, ત્રીજી પાલિતાણાની, એમ ચોમેરેથી જાણે યુદ્ધ રમનારી સેનાઓ ઊતરતી !

એક મોતીભરેલો વાંસ ત્યાં રોપાતો. એ વાંસની ટોચે વિજ્યનો નેજો ફરકતો. પછી દુહાનાં

લોકગીત સંચય