પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પછી સોને હલામણને નજરે દીઠો. એના રૂપનાં પોતે વખાણ કર્યાઃ નવરો દીનોનાથ (તે દિ') હરખે ઘડયો હલામણો,

પૂતળું બેસાર્યું પાટ બહોંતેરસેં' બરડાધણી. [34] મોતીડાની માળ, હૈયે હલામણ તણે,

કંકુવરણી કાય જુવાની તારી જેઠવા ! [35] જેવી સોન સુજાણ, તેવો હલામણ જેઠવો,

તન બે એક જ પ્રાણ, જુગતે જુગતું જોડું. [36]

હલામણને હોઠ, પરોવેલ પરવાળાં, નવરો દીનોનાથ (તે દિ') હરખે. ઘડયો હલામણો.*

3. દેશવટો અને દેશાટન

ભત્રીજા હલામણને પોતાની પાપ-વાંછનાની આડે આવનાર ગણી. શિયાજી રાજાએ દેશવટો દીધો.

હલામણ હાલી નીકળ્યો, રેઢાં મેલીને રાજ,

બાણ કો ગળે ગેંડાની ઢાલ.

ગળે ગેંડાની ઢાલ તે ટપ ટપ ચૂવે

માતા મીણલ રંગમોલમાં રૂવે.

ચડ્યને બાની કઠોડલે ! કર્યને હલામણને સાદ !

હલામણ હાલી નીકળ્યો, રેઢાં મેલીને રાજ. [38]

ચાલતાં ચાલતાં રસ્તામાં કઈ કઈ જગ્યાએ હલામણ થંભ્યો અને શા શા વિચારો

કરતો ગયો તેનું વૃત્તાંત આવે છે

જોઈ જોતાવાવ', નવલખ્યા નાળ્યા નહિ,

રામાપ્રોળનું' રાજ, પ્રાપતમાં હોય (તો) પામીએ. [39] કેક અનત 1 બરડા-ધણીનાં, એટલે કે જેઠવાના તાબાનાં બોંતેરસો ગામ ગણાતાં. એ સમયમાં જેઠવા રજાની આણ છેક મોરબી સુધી પ્રવર્તતી. 2 એ પંક્તિ આ દુહામાં અનુપ્રાસને હિસાબે બંધબેસતી નથી થતી. સાચી પંક્તિ ગુમ થાય છે. 9 જેતાવાવ, નવલખો, રામાપોળ વગેરે ઘૂમલીનાં સ્થળો હતાં. આજ પણ એનાં ખંડિવેર ઊભાં. છે. % જ્રોળ' એ રૂપ મૂળ પોળમાં થઈ ગયું લાગે છે. એ રીતે 'ર' કાર ઘણી વાર ઘૂસી જાય છે. જેમ કે 'તટ'નું “ત્રટ'.