પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[અરે ઘૂમલીની જેતાવાવ ન જોઈ, નવલખો મહેલ પણ ન નિહાળ્યો અને ગ્રમાપોળ. નું

રાજ તો કિસ્મતમાં હોય તો જ પમાય.] કદાચ કાકા રોષ ઉતારીને પાછા બોલાવશે એ આશાથી થોડે છેટે આવી બગાધાર

નામની ધાર પર બેઠો રહ્યોઃ બેઠલ બગાધાર, જાણ્યું મનામણાં મેલશે, દેશવટો ધરાર, સાચો દીધૈલ શિવે જેઠવે. [10] [બગાધારના ડુંગર પર બેસી રહ્યો છું. મનમાં આશા હતી કે કાકા મનાવવા મોકલશે,

પરંતુ હવે તો સાચેસાચ શિયાજીએ દેશવટો દીધો.] કાકાએ કહેવરાવ્યું કે જો સોન ઉપરનો દાવો છોડી દે તો રાજમાં રહેવા દઉં,

જવાબમાં હલામણે કહેવરવ્યુંઃ બદલે બીજાં લોક, બરડાઈત બદલે નહિ;

લાગે કુળમાં ખોટ, હીણું કરે હલામણો. [1] [બીજાં લોકો ભલે ફરી જાય, બરડાનો રાજા ન ફરે. હલામણ જો હલકું પગલું ભરે તો કુળને કલંક બેસે.] ચાલી નીકળે છેઃ

મેલ્યું કાળુભાર કચોળીયું, મેલ્યું ભૂંજેલું તળાવ, જીવતડા કે દિ' આવશું, (નીકર) ગઢ ઘૂમલીને જુહાર. [42] ઘૂમલી નગરનું કાળુભાર તળાવ, કચોળિયું તળાવ, ને ભુજેલું તળાવ ત્રણેયને હું વટાવી ગયો, હવે તો જીવતો રહીશ તો કદીક આવીશ, નહીં તો ઘૂમલીના ગઢને સદાના સલામ છે.] આગળ વધ્યો. એક પછી એક નદીઓ વટાવી વટાવતો વટાવતો પછવાડે ઘૂમલી તરફ અને આભપરાના શિખર પર નજર કરતો જાવ છેઃ ઢેબરથી ઢળતે, ખાળે મન ખૂંતે નહિ; વરતું ઊતરતે, આભપરો અળગો થયો.' [ઢેબર નદીથી ઊતર્યો. ખારી નદીની અંદર મન ઠર્યું નહીં. વરતું નામે નદી પણ ઊતરી ગયો. હવે તો આભપરો દૂર રહી ગયો.] આગળ ચાલતાં બરડાના વીસાવાડા ગામને પાદર નીકળે છે, ત્યાં ગંગાજળ તળાવ છે.


' બીજો પાઠ : ઢેબરને ઢોરે, ટીંબે મન ટક્યું નહિ; કાનમેરાને કોરે, ઇંસે મન આંટા દીએ. કાનમેરો ડુંગર છે. બરડાનો એક વિભાગ.]

દે લોકગીત સંચય