પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'વીસળપરને વાસ, વાસો વસાવ્યાં નહિ; (નીકર) નત્ય ગંગાજળ નાત, આભપરો આંખ્યું આગળે. [44] [આ વીસાવાડામાં હું વાસ કરીને રહ્યો હોત ! તો રોજ ગંગાજળ તળાવમાં ન્હાત અને આભપરો ડુંગર પણ આંખોની સન્મુખ જ રહેત; ને ઘૂમલીની આ રાજખટપટમાંથી બચી જાત.] પછી પોતે તળાવડીનું પાણી પીવે છે. પણ ભેંસોએ માંહી પડીને બગાડેલું પાણી ભાવતું નથી તેથી પોતાના શરીરને કરૃણ ઠપકો આપે છેઃ ડોબાનાં ડોળેલ, ભંભર જળ ભાવે નહિ, સુગાળ મ થા શરીર ! વેણુ-જળ વાંસે રીયાં. [5] [ડે મારા શરીર ! તું આટલું ચાગલું ન થા ! તને ભેંસોનાં ડોળેલાં ને મળમૂત્રથી ખારાં થયેલાં આ નીર નથી ભાવતાં, પણ શો ઇલાજ ? તારી વહાલી મીઠી વેશુ નદીનાં નીર તો દૂર રહી ગયાં.] વીસળપરના વાણિયા ! એક સંદેશો સુણ્યે, સોનલ આંહીંથી નીકળે, (તો) ઝાઝા જુવાર ભણ્યે. [6] જાળેરાની? ઝોક, આતમ અંઘોળ્યું નહિ, સરગાપરીનો સંતોક, પાંજર કે દિ પામશે ! [1 [જાળેરા ગામની નદીમાં મેં મારું હદય નવરાળયું પણ નહીં. હવે તો ફરી વાર મારું હૃદયપિંજર એ સ્વર્ગાપુરીનો સંતોષ નથી પામવાનું.] રસ્તે એક નદી આવી. નદીમાં તણાતો આવતો એક વાંસ દીઠો. પોતાને ઘૂમલી શહેરની વેણુ નદીને તીરે ઊગતા વાંસનું સ્મરણ થયું: વીણોઈ કેરો વાંસ, શે અવગુણે આવિયો ? ભણને ભોમના ભ્રાત ! સંદેશો કાંઈ સોનનો ! [48] [હે વીણોઈ ડુંગરના વાંસ ! તું વળી કયા અપરાધે (દેશવટો પામીને) આંહીં આવ્યો ! હે મારી ભૂમિના નિવાસી ભાઈ (દેશબંધુ), કાંઈ સોનનો સંદેશો તો કહે |]


3 બીજો પાઠઃ વીસલપરને વાસ, વાસો વસાવ્યાં નહિ; (તીકર) નત્ય રત્નાકર ન્હાત, દર્શન કરત દેવનાં. [પરંતુ વીસાવાડાની પાસે રત્નાકર (દરિયો) છે જ નહીં.]

  • હલામણ જાળેરા ગામને પાદર પાજ બાંધીને વરતું નદી ઊતરેલો. ત્યાં એના ઘોડાના ડાબલાની

છાપો પડેલી હોવાનું તથા એણે દાતણની ચીર વાવેલી તેનું રૂખડું ઊગેલું હોવાનું બતાવાય છે. 3 પાઠાંતર : આ પાઠ પ્રાસ મળવાથી વધુ ઠીક લાગે છે : વાલા વિજોગી વાંસ, અહીં શે અવગુણ આવિયો, પાવા ઘડાવું પાંચ, સંદેશો ભણ્ય સોનનો !

સોરઠી ગીતકથાઓ 423