પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢોલિયે મ ઢળાય, ઢોલિયે મન ઢળશે નહિ, સાથરડે સૂવાડ (તોય) રૂઠું માને રઢિયાણી. [72] [હે ફુઈ, ઢોલિયો ન ઢળાવો. મારું હૃદય ઢોલિયે નહીં ઠરે. અરે, આજ તો તું મને સાથ? વારીશ, તો પણ સોન રાઢિયાણીને રીસ લાગશે. એના વિના હું શી રીતે સુખે સૂઉં ?] ફુઈ એને દુઃખ વિસરાવવા સિંધની સુમરીઓમાંથી કોઈ એકની સાથે પરણવા લોભાવે છે. સુમરીઓને નીરખીને હલામણ બોલે છેઃ લાંબા પેરે ઘાઘરા, પેટે ડફરીયું, વારું હું સોન ઉપરાં, સોળસેં સુમરીયું ! [73] [જે લાંબા ચણિયા પહેરે છે, અને જેના પેટ મોટાં છે, એવી એક જ નહીં, પણ સોળસો સુમરીઓને હું એક સોન ઉપરથી ન્યોછાવર કરી નાખું છું. (સોનની તોલે કોઈ સુમરી ન આવે.)] આવળ જેડી ઊજળી, દો ફુલેજો ભાર, જેડી સંધજી સુમરી (એડી) માંડપરી મેઘવાળ. [74] [આવળ ફૂલ જેવી ઊજળા વર્ણની અને વજનમાં બે ફૂલ જેટલી હળવી આ સિંધની સુમરીઓ ભલે રૂપવતી રહી, પણ એના સરખી રૂપાળી તો મારા ગામ માંડપરની મેઘવાળી (ઢેઢ) કન્યાઓ પડી છે.]

5. સોન શોધ ચડે છે

ઘૂમલીથી હલામણ ગયો એટલે શિયાજીએ લગ્નચિહૂન તરીકે સોનને શણગાર મોકલ્યા. સોન એ શણગાર પાછા વાળે છે. કહાવે છે કે, સૂંડીભર્યો શણગાર શિયાનો શોભે નહિ, હલામણ ભરથાર, શિયો અમારો સાસરો. [75] [આ સૂંડલી ભરીને મોકલેલો શિયાજીનો શણગાર મને ન શોભે, કેમ કે મારો પતિ તો. હલામણ છે. શિયોજી તો મારો સસરો છે.] શિયાને કરડે સાપ કાળો કરંડા માયલો, હલામણ ભરથાર, શિયો અમારો સાસરો. લા [મને પરણવા આવનાર શિયાજીને તો કાળો, વાદીના કરંડિયા માંયલો સાપ ડસે !] મન ભણિયું ન ભણાય, મન જાળવ્યું જળવાય નૈ, ઘૂંટાય ઘટડા માંય, વળી આવો વેણુ-ધણી ! ઇડી [મનની વાત કહેવા જતાં કહેવાતી નથી, તેમ મનમાં સાચવી પણ શકાતી નથી. અંતરની

અંદર ઘોળાયા જ કરે છે. હે વેણુ નદીના રાજા હલામણ ! તમે પાછા આવો.] સોરઠી ગીતકથાઓ ' 429