પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હલામણ્ના મૃત્યુથી મારા ભાગ્યને હાટડે તાળું દેવાઈ ગયું છે તે કોઈ માનવીની ખાંગળી વડે નહિ ઊઘડે. કેમ કે તાળા ફૂંચીથી બંધ કરીને નહિ, પણ કમાડને જડી દઇને તું તો હાલી નીકળ્યો છે, હે જેઠવા |]

બેવડ મીંઢળ બાંધિયા હલામણને હાથ, સોનલદેને સાથ બળવું બરડાના ધણી ! [91] [પછી સોને લગ્ન-વિધિ કરી. હલામણના શબને હાથે બેવડાં મીંઢળ બાંધ્યાં, અને તેના ભેળી બળી મરવાનું નકી કર્યું.] હલામણને હેયે ખોડસ ખડકાણાં, સાથે સરગાળા ! બળવું બરડાના ધણી ! 92]

[હલામણની છાતી પર મોટાં લાકડાં ખડકાયાં અને હે સ્વર્ગવાળા (સ્વર્ગે સંચરનાર) બરડાના સ્વામી ! સોનને પણ તારી સાથે બળવું રહ્યું.]'

સુખિયાં માથે દુઃખ પડયું, તૂટ્યો માથે આભ, હલામણ જ્યાં હાલતો (ત્યાં) ઊગ્યો જોને ડાભ. [93]

આમાં 'માળવો' દેશ અને 'ઉજેણીનાં લોક'નો ઉલ્લેખ તદ્દન અર્થશૂન્ય છે. હલામણને એની સાથે કશી નિસ્બત નહોતી, પરંતુ રાજા વિક્રમના સ્થાન તરીકે એ બંને શબ્દો લોકમાનસમાં અતિશય વાપી ગયા હોવાથી લોકો ઠીક પડે તે ઠેકાણે એ પ્રયોગો કરતા હતા.

1 હલામણ સર્પદંશથી મરી ગયો, જીવતો થયો ને પાછા આવી રાજ કર્યું, તેવી મતલબનો કશો આધાર આ દોહાઓમાંથી મળતો નથી. આખી કથાનો અંત કરુણતામાં જ આવી જાય છે. બીજી અનેક કરૃણાન્તક કથાઓની સાથે આનાં અંગેઅંગ મળતા થયાં છે. એટલે અંત વિશેના નિર્ણય એ સામ્ય પરથી પણ થઈ શકે છે. આગળ વધીને એટલે સુધી કહી શકાય કે કરૃણ અંત વિના તો આવી ગીતકથા રચવા જેવું જ લોકકવિને ન લાગ્યું હોત.

આવો એક દોહિયો પ્રચલિત છેઃ

સોન સોનાનું ટીડડું, હહામણ કળાયલ મોર, ભગવતે ભેગાં કર્યા, નીકર ભલી બનત જોડ્ય. ભલી બનત જોડ્ય તે સાચી

સોન આવી વરવા ન ફરે પાછી

સોનની કાયડીએ સાચાં મોતીની કોર,

સોન સોનાનું ટીંડડું, હલામણ કળાયલ મોર.

સોરઠી ગીતકથાઓ 832