પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

2 મેહ – ઊજળી સેંકડો વર્ષો પહેલાં બનેલી મનાતી આ વાર્તા છે. બરડા ડુંગરની એક ધાર ઉપર ચારણોના નેસ પડ્યાં હતાં. જોકે, ઘટના-સ્થળ ઠાંગો ડુંગર હોવાનું વધુ સંભવિત છે. ત્યાંથી ઊજળી એ પછી મેહ જેઠવાન આકર્ષણથી આભગરે (બરડે) આવીને રહી હોય એ સહજ છે. ત્યાં રહીને ચારણો પોતાનાં પશુઓને ચારતાં હતાં. એક વખત ચોમાસાની મેઘલી રાતે, ત્રમઝૂટ વરસતા વરસાદની અંદર, એ નેસડાના નિવાસી અમરા કાજા નામના ચારણની ઓસરીએ એક ઘોડો આવીને ઊભો રહ્યો. ઘોર અંધારે ચારણની જુવાન કન્યા ઊજળીએ ઘોડા ઉપર હાથ ફેરવ્યો. શરદીથી થીજીને બેહોશ બનેલા એક અસ્વારને ઘોડાની ડોકે મડાગાંઠ વાળીને બાજેલો દીઠો. નીચે ઉતાર્યો. ઘરમાં લઈ જઈ, એને શુદ્ધિમાં લાવવાનો બીજો કોઈ ઈલાજ ન ફાવવાથી ચારણ-કન્યા ઊજળી તેની સાથે શય્યામાં સૂતી ! એના દેહને પોતાના દેહની ગરમી આપીને જીવતો કર્યો. અસ્વાર ઘૂમલી નગરનો રાજકુમાર મેહજી જેઠવો નીકળ્યો. ઊજળીએ તો પોતાનાં અંગો અભડાઈ ગયાં માનીને મેહજીને જ અંતર અર્પણ કર્યું ને મેહજીએ પણ પોતાની પ્રાણદાત્રી પહાડી સુંદરીને પરણવાનો કોલ આપ્યો. પછી તો વારંવાર મેહજી એ પહાડની ધાર પ૨ આવતો. બંને પ્રેમીઓ મળતાં, લગ્નના મનસૂબા કરતાં. પણ રજપૂતનો પુત્ર ચારણ-કન્યાને ન પરણી શકે. એ બંનેના સંબંધો તો અસલથી ભા-ભીન (ભાઈ–બહેન)ના જ છે, એવી રૂઢિ આડે આવીને ઊભી રહી. રાજપિતાને અને નગરજનોને આ મેહ–ઊજળીના છૂપા સંબંધની જાણ થઈ ચૂકી. સહુ આ રૂઢિ-ભંગથી ત્રાસી ઊઠ્યા. એ મહાપાપ થશે તો ઈશ્વરી કોપ ઊતરશે એમ મનાયું. કુમાર મેહજીને ચેતવવાની યુક્તિ રચાઈ. કોઈ કહે છે કે ગામના મહાજને એક ગાય ઉ૫૨ એક માણસને બેસારી કુમારની નજર સમ્મુખ એક સરઘસ કાઢ્યું. કોઈ વળી કહે છે કે રાજપિતાએ એક ગોઠ બોલાવી લોકમેદનીની વચ્ચે ગોઠનાં માંસ-ભોજન ખાતર

એક ગાયનો વધ કરવાની તૈયારી બતાવી. આ રીતે મેહલને ઇશારામાં સ

૪૩૪
ગીત સંચય