પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

1. નેસડામાં વાટ-પ્રતીક્ષા અમરા કાજાની ઊજળી, ભાણ જેઠવાનો મેહ, જે દિ'નાં સૂતેલ સાથરે,' તે દિ'નો બાંધેલ નેહ. ધડનો કીધો ઢોલિયો, પંડચના કર્યા પલંગ, ઉરનાં ઓશીકાં કર્યાં, પોઢો પ્રેમી મેહ. [ઊજળી હતી અમરા કાજા નામના ચારણની પુત્રી; અને મેહ હતો ભાણ જેઠવાનો જે દિવસે બંને એક જ પથારી પર સૂતાં હતાં, તે દિવસનો સ્નેહ બંધાયેલો.) ઠાંગે રે'તી ઠેઠ, આઘે પણ ઓરે નહિ, આવ્યું બડે બેટ, પાંજર દાણેપાણીએ. જમીં ઢમઢોળે' સંસારે શોધી વળી, મનનો પારખ મે ભેદુ મળિયો ભાણનો. (1) [3] [ઊજળી છેક ઠાંગા ડુંગરમાં પાંચાલ પ્રદેશમાં રહેતી) ઘણે દૂર રહેતી. પણ એનું દેહપિંજર લેણાદેણીને કારણે બ૨ડા બેટમાં આવ્યું.] [2] પુત્ર. ફરતાં વાવેલ ફૂલ, માળી કોઈ મળિયો નહિ, માખ શું જાણે મૂલ, ભમર પાખે ભાણના ! [4] [જમીન (પૃથ્વી) ઢંઢોળીને આખા સંસારમાં ઊજળી શોધી વળી હતી, પરંતુ એના દિલને પિછાનનાર વિશ્વાસુ તો એક ભાણ જેઠવાનો પુત્ર મેહ જ મળ્યો.] [5] [હે ભાણના પુત્ર મેહ ! આ યૌવન-ફૂલવાડીમાં વિધવિધ ફૂલ આવ્યાં છે. પણ એને કોઈ માળી નથી મળ્યો. અને રસગ્રાહી ભ્રમર વગર, સામાન્ય માખી એ ફૂલનું મૂલ્ય પણ શું સમજે?] જૂનાં તજીને નીર, નવાં નવાણ નિહાળવાં ! ફરતા કૂવા ફેર, જળ એનું એ જેઠવા ! [6] [હે મેહ જેઠવા ! જૂનાં નવાણ ત્યજીને નવે કયે પ્રેમ-જળાશયે હું પીવા જાઉં? કૂવાઓ જૂજવા હોય, પણ જળ તો એકનું એક જ છે.] વરસાદમાં બેહોશ બનેલા મેહને ઊજળી ચારણીએ પોતાની ગોદમાં લઈ પોતાના શરીરની હૂંફ વડે શુદ્ધિમાં આવેલો, એવી કહેવાતી વાતને, આ પંક્તિથી ટેકો મળે છે. ‘જે દિ’નાં પોઢેલા પીંગલે’ એ પાઠ સાચો નથી; કેમ કે પીંગલે (પારણે) સૂવાની અવસ્થા, (બાલ્યાવસ્થામાં) તેઓ મળ્યાં જ નથી. 2 બરડાને ‘બેટ’ કહેવાનો કશો અર્થ નથી.

’ ‘ઢંઢોળી' ને બદલે ચારણી ભાષામાં ‘ઢંઢોળે

૪૩૬
ગીત સંચય