પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મે' મે કરતાં અમે, મેનાં તો મનમાં નહિ ! વા'લાં પળ્યાં વદેશ, વિસારી વેણુના ધણી ! [7] [હું ઓ મેહ ! ઓ મેહ ! પુકારું છું. પણ મેહના તો મનમાં પણ નથી આવતું. મારું પ્રિયજન તો મને વિસારીને પરદેશ ગયાં, હે વેણુ પહાડના સ્વામી !] તોપું દીયો તમે, જેઠવા જીવાયે નહિ, તારા અંગેના અમે ભૂખ્યા છૈએ ભાણના ! [8] [હે જેઠવા ! સંકોચાતે હૃદયે જેમ કોઈ તૂટે પૂરવા માટે આપતો હોય તેમ તમે સંકોચ કરીને સ્નેહ આપો તો કેમ જીવી શકાય ? હે ભાણના પુત્ર ! હું તો તારા શરીરની ભૂખી છું !J તું આવ્યે ઉમા ઘણો, તું ગ્યે ગળે ઝલાણ, મે થાને મેમાન, બ ઘડી, બરડાના ધણી ! [9] મેહ ! તું આવે છે ત્યારે અત્યંત ઉમંગ થાય છે. તું જાય છે ત્યારે જાણે કે વેદનાથી ગળું ઝલાય છે. હે મેહ ! બે ઘડી માટે તો મહેમાન બન !] મે તું તો મેહ, વૂઠે વનસપતિ વળે ઝાકળને જામે ભોમ નો પાકે ભાણના ! [10] [હે જેઠવા ! તું તો મે (વરસાદ) સમાન છો. તું વરસે ત્યારે જ વનસ્પતિ ફાલે છે. કોઈ ઝાકળનાં વર્ણનથી ભૂમિમાં ધાન્ય ન પાકે. મતલબ કે તારા ભરપૂર પ્રેમ-સિંચન વિના થોડી થોડી માયા બતાવીને તું ચાલ્યો જા, તેમાં મારું જીવન સુધરે નહીં.] 2. વર્ષારંભે એમ વાટ જોતાં જોતાં તો ચોમાસું બેઠું. વરસાદને નિહાળી ઊજળીની મન-વેદના વધી. એણે મે (વરસાદ) અને મેહ (જેઠવો) બંનેનું સામ્ય કલ્પીને વિલાપ ચલાવ્યા આ આખા વિલાપમાં કવિએ વરસાદ અને વીજળીનું રૂપક બાંધ્યું ગ઼ાય છે. મોટે પણગે‘ મેહ આવ્યો ધરતી ધરવતો; અમ પાંતીનો એહ ઝાકળ ન વરસ્યો, જેઠવા. [11] આ મેહ મોટાં મોટાં ફોરાં વરસીને ધરતીને તૃપ્ત કરતો આવી પહોંચ્યો, પરંતુ મારા પરત્વે તો મેહ જેઠવો ઝાકળ જેવડાં બિન્દુ વડે પણ ન વરસ્યો.] । બીજો પાઠ : ‘મે મે કરતાં મે ! (અમારી) જીડિયું જાઈ થિયું.' × તોણ્ય દેવી : તૂટ પડેલી તે પૂરવી. કોઈ નિરાધાર મનુષ્યને થોડી વખત ટકાવી આપી માઠો સમય વટાવી દેવો, એ અર્થમાં હજુ વપરાય છે. ૩ વળેઃ કોળે પહેલાં હતી તેવી થાય. * ફોરાં. ′ પ્રત્યેનો (મૂળ ‘પંક્તિ' પરથી) ' સોરઠી ગીતકથાઓ

437

સોરઠી ગીતકથાઓ
૪૩૭