પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ એક મિત્ર હતા. એમને ઘડપણ ઘેરી રહ્યું છે. એમની દૃષ્ટિ ‘ગત સમયનાં ગાઢ કિલ્લા ઉખેળે' છે. ફ્લિસૂફીનું ઊંડું અવગાહન કરનાર એ જીવને, માણ્યું તેનું સ્મરણ મારીને મસ્તી કરવા જેટલો જેમની સાથે પોતાને ગાઢો સંબંધ હતો તે સુહૃદ ‘કલાપી’ કરવું એય છે એક લ્હાણું’ એ સ્મરણોની સરવાણીઓ ફૂટી રહી છે. સામસામાં બાલોશિય (લાઠીઠાકોર સુરસિંહજી)ની ઘણી ઘણી અપ્રગટ રચનાઓને એ સંભારે. પોતાના એ કાળના આખા મંડળને યાદ કરે. એમાંય ખાસ તો સાંભરે એમને સામતભાઈ ગઢવી, ગ્રંથમાં ટપ ટપ મણકા ટપકાવતી હિરજપની માળા, મીંચેલી આંખો, થોડા થોડા હાવભાવ સાથે ઠાવકી રીતે ધીરા ને ચોખ્ખા નિર્ગળતા મીઠછા કંઠના વાર્તાબોલ ને એ વાર્તાનો પ્રભાવ પૂરો થતાં સુધી કોઈથી ન હોકો પિવાય કે ન વાત સરખીયે કરાય એવી કડકાઈ : શી સામતભાઈ ગઢવીની કહેણી ! મારા એ વૃદ્ધ વડીલ મિત્ર, એ કથાવાર્તાના કોઠાર ગઢવી સામતભાઈને યાદ કરી કરી મને પોતાની શાંત શૈલીએ માંગડા ભૂતની, પીઠાત હાટી ને વેજીની, એભલ વાળા નૈસાંઈ ને હડીની, ચાંપરાજ વાળાની એવી કંઈ કંઈ વાર્તાઓ કહે, દુષ્ટ ટાંકતા જાય, વીસરાયલી કો પંક્તિને પકડવા સારુ જીર્ણ સ્મૃતિનાં ગીચ જંગલો શોધવા લાગે. અક્કેક દુહા ઉપર એમની રસના ને કલ્પના ક્યાં ક્યાં લગી વળુંભી રહે! 1921ની એ પ્રેરણા પછી હું પહાડી સાહિત્ય અને તવારીખ શોધી રહ્યો છું. જૂના યુગને પાછો આવતો જોવાની નાદાન અને વિનાશક ખ્વાહેશ નહીં – જરીકે નહીં – પણ જૂના સોરઠી કાળને પ્રેમપૂર્વક તપાસવા તથા ઓળખવાની પ્યાસ મને છેલ્લાં નવેક વર્ષથી સતાવી રહી છે. હું હજુયે એથી લજવાતો નથી. એના મર્મો ભણી ભણી ઉકેલવા મથું છું. એમાં ભયંકર મીઠાશ અનુભવું છું. જુદેરા જીવન સંજોગોમાં બંદીવાન પડેલ આ દેહને છોડી મારી કલ્પના મમતાભેર કંઈ કંઈ ખાંભીઓ ને કથાઓ, ડુંગરમાળો ને દુહા-સોરઠાઓ શોધે છે ! – દુહાઓની શોધમાં ‘દુહા લાવો : અમને દુધ લાવી આપી તેના મર્મો દેખાડો !' આવી અનેક મિત્રોની માગણી હતી. દુા તો નહીં નહીં તો બસોત્રણસો જેટલા મેં લખેલી ‘રસધારો’ ને બહારવટિયાની કથાઓ ઉપર પથરાયેલ પડ્યા હશે; પરંતુ દુનિયા તો ઘણી બહોળી, ઘણી, પહોળી રહી. અત્યાર સુધીની કથાઓ લખવામાં મારું મુખ્ય નિશાન દુહાનો સાહિત્યરસ રેલાવવાનું નહોતું. એમાં તો ઘટનાના પ્રસંગોનાં પાણીદાર તત્ત્વો હું ભેળા કરતો ગયો. છું. એ પહાડવાસીઓનાં જૂના જીવનમાં વેર અને પ્રેમની, બંધુતા ને ધિક્કારની, દગા અને દિલાવરીની, યુદ્ધની ને દોસ્તીની જે દારુણ, કરુણ, ભીષણ અને કોમળ મસ્તીઓ ખેલાઈ ગઈ છે, તેને હું મારા હૈયાના હુલાવ આપી, લાડ લડાવી, મારાં નિરીક્ષણોની રંગપૂરણી પૂરી હૂબહૂ જીવન-આલેખન કરવા મથતો હતો. તેમાં દુહ્ય તો હું એટલા જ ટાંકતો, જેટલા એ ઘટનાના ઇતિહાસ સાથે મને મળી રહેતા ને જેટલા એ પ્રસંગોને આધાર આપતા. પણ અખંડ વહેતાં કવિતા-વહેનની આ દુહે–સોરઠે સાંકળેલી સળંગ ધારાવાહી ગીતકથાઓ તો આજ સુધી અલાયદી જ સંઘરાયે જતી હતી. મારે દુહા આપવા જ હતા. લોકગીત સંચય

394

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ