પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વણ સગે વણ સાગવે, વણ નતરીએ નેહ, વણ માવતરે જીવીએ, તું વણ મરીએ, મેહ ! [28] હે મેહ ! સગા કે સ્નેહી વિના, સંબંધી વિના, અરે માતા-પિતા વિના પણ જીવી શકાય. માત્ર એક તારા અભાવે જ મોત નીપજે ?] આંહીં વરસાદ અને સ્વામી, બંનેનો સમાન મહિમા ગવાયો છે. ઉનાળાના અમેં લાંબા દિ' લેવાય નૈ તોપું' દઈને તમે જીવતાં રાખો, જેઠવા ! [29] [હે જેઠવા ! અમારાથી આ વિરહ રૂપ ઉનાળાના લાંબા દિવસો નથી વીતાવી શકાતા. હવે તો જેમ ગરીબને કોઈ માગ્યું આપીને જિવાડે તેમ તમે પણ મને થોડું થોડું હેત આપીને જીવતી રાખો.] બાયો બીજે પાલર વણ પીવે નહિ, સમદર ભરિયો છે, (તોય) જળ નો બોટે જેઠવા ! [30] [હે મેહ ! બપૈયો પક્ષી પાલર (વરસાદનું નવું) જળ સિવાય બીજે ક્યાંય પાણી પીએ નહિ. સમુદ્ર ભર્યો હોય છતાં તેમાં ચાંચ સરખીયે ન બોળે. એ જ દશા મારી છે. બીજે ભરપૂર સ્નેહનાં પાત્રો પડ્યાં હોય, તો પણ મારું મન તો માત્ર એક મેહ (જેઠવા)ની જ પ્રીતિનો સ્વીકાર કરે.] માથે મંડાણો મેહ, વરા મેલીને વરસશે; વરસ્યો જઈ વદેશ, ઉનાળો રીયો, ઊજળી ! [31] મેં માનેલું કે આ મથાળ પર અંધારેલો મેહ તો ભરપૂર વૃષ્ટિ કરશે. એટલે કે આટલી પ્રીતિ જમાવ્યા પછી તો મેહજી અંતર આખું ઠલવી નાખશે. પરંતુ ત્યાં તો, હે મેહ ! તું વિદેશ જઈ વરસ્યો. (અન્યને સ્નેહ આપવા ગયો.) ઊજળીને તો વિયોગનો ઉનાળો જ રહ્યો.] મે મે કરતા અમે બપૈયા ઘોર્ડે બોલિયે, નજર વિનાનો ને(હ) બાઝે નૈ બરડા-ધણી ! [32] [બપૈયાની માફક હું પણ ‘ઓ મેહ !’ ‘ઓ મેહ’ પુકારું છું, પરંતુ હે બરડાના સ્વામી ! ' જુઓ દુહો 8, પાટીપ. 2 વરસાદની કાળી ધારાઓ, જેને દોરિયા' પણ કહે છે. ' પાઠાન્તર : મેડીએ બેઠી મે બોલામણાં બહુ કરે, નજરું વિનાનો ને બાઝે નહિ બરડા-ધણી ! સોરઠી ગીતકથાઓ

441

૪૪૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૧